તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંચાઈનું પાણી છોડવાનું શરૂ:ધાતરવડી-1 અને સુરજવડી ડેમમાંથી ખેડૂતોની સિંચાઇ માટે પાણી છોડાયું

અમરેલી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉનાળામાં ખોડિયાર અને મુંજીયાસર ડેમમાંથી પણ પાણી છોડવામાં આવશે

અમરેલી જિલ્લામાં હાલમાં સિંચાઈ માટે ધાતરવડી-1 અને સુરજવડી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મુંજીયાસર અને ખોડિયાર ડેમમાંથી પણ આગામી સમયમાં સિંચાઇ માટે પાણી છોડાશે.રાજુલા નજીક ધાતરવડી એક ડેમમાં હાલમાં 80% કરતાં પણ વધુ પાણી સંગ્રહાયેલું છે. આ ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 950 એમસીએફટી છે. તેની સામે હાલમાં ડેમમાં 765 એમસીએફટી પાણી ભરેલું છે. જેને પગલે આ વિસ્તારના 16 ગામના ખેડૂતો માટે ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાનું શરૂ કરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ડેમમાંથી રાજુલા અને જાફરાબાદ નગરપાલિકા પણ પીવાનું પાણી ઉપાડી રહી છે. આવી જ રીતે સાવરકુંડલા નજીક આવેલ સુરજવડી ડેમમાં હાલમાં 78 ટકા સુધી પાણી સંગ્રહાયેલું છે. 224 એમસીએફટી સંગ્રહ ક્ષમતાની સામે હાલમાં ડેમમાં 176 એમસીએફટી પાણી ભરેલું છે. જેને પગલે હેઠવાસના ચાર ગામોના ખેડૂતોને કેનાલ વાટે પાણી આપવામાં આવી રહ્યું છે.

બીજી તરફ સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી ઉનાળામાં ખોડિયાર ડેમ અને મુંજિયાસર ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા આયોજન હાથ ધરાઇ રહ્યું છે.આગામી સમયમાં વધુ ચાર ડેમમાંથી પાણી છોડવા તંત્રનું આયોજન છે. ખોડીયાર અને મુંજીયાસર ઉપરાંત રાયડી અને વડી ડેમમાંથી પણ પાણી છોડાશે.

ક્યા ડેમમાં હાલમાં કેટલો જળ સંગ્રહ ?

ઠેબી76.93 ટકા
વડી62.33 ટકા
ઘાતરવડી-180.49 ટકા
ઘાતરવડી-291.25 ટકા
ખોડિયાર94.82 ટકા
મૂંજીયાસર78.99 ટકા
વડિયા43.47 ટકા
શેલ દેદુમલ93.24 ટકા
સુરજવડી78.54 ટકા
રાયડી79.15 ટકા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો