નિર્માણ:3 તાલુકાના 86 ગામડામાં પાણી સંગ્રહ માટેની ટાંકી તૈયાર કરાશે

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી
  • ગ્રામજનોને પાણી પુરવઠો પુરો પડાશે, સૌથી વધારે રાજુલાના 56 ગામનો સમાવેશ

જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના 86 ગામમાં પાણી સંગ્રહ માટે ટાંકીનું નિર્માણ કરાશે. જેના આધારે ગ્રામજનોને પાણી પુરવઠો પરો પડાશે. ખાસ કરીને દરિયા પટ્ટી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે. સૌથી વધારે રાજુલા તાલુકાના 56 ગામમાં પાણીની ટાંકી બનશે.

રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠ્યો હતો. હવે પાણી પુરવઠા બોર્ડ રાજુલાના નાના- મોટા આગરીયા, ધુડીયા આગરીયા, કાતર, હિંડોરણા, બારપટોળી, કોટડી, કોવાયા ગાંજાવદર, નાના મોભીયાણા મળી 56 તથા જાફરાબાદના ઘેસપુર, સોખડા, સરોવડા, ભટવદર, જુની જીકાદ્રરી, ધારાબંદર, દુધાળા, મીઠાપુર, ખાલસા કંથારીયા અને વઢેરા મળી 27 ગામ અને ખાંભાના ભુંડણી, ત્રાકુડા, નિંગાળા, નાના બારમણ અને મુંજીયાસરમાં પાણીના સંગ્રહ માટે ટાંકી બનાવાશે.

અત્યારે પાણી પૂરવઠા બોર્ડે પાણીની ટાંકી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. પાણી સંગ્રહ ટેન્કમાંથી લોકોને પીવાનું પાણી વિતરણ કરાશે. આગામી દિવસોમાં દરિયાઇ પટ્ટી વિસ્તારમાં પાણીની સમસ્યા નહી વત થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...