અમરેલીના દામનગર શહેરમાં આજે પાણીની લાઈનમાં ભંગાણ થતા રસ્તાઓ પર પાણીની રેલમછેલ થઈ હતી અને સોસાયટીઓ સુધી પાણી પહોંચ્યા હતા. નગરપાલિકા દ્વારા પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.
હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે, લોકોને પાણી મળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેની વચ્ચે આજે દામનગર શહેરમાં પાઈપલાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થયો હતો. પાઈપલાઈનમાં ભંગાણ થયા બાદ નગરપાલિકાની ટીમ મોડી પહોંચતા મોટા પ્રમાણમાં પાણી બગડ્યું હતું. અગાઉ પણ અહીં નિયમિત સફાઈ ન થતી હોવાની ફરિયાદ ઉઠી હતી.
દિવ્યભાસ્કર દ્વારા ચીફ ઓફિસર રોહિત રાજ્યગુરૂનો સંપર્ક કરતા કહ્યું કહ્યું હતું કે,પાણીની પાઇપ લાઈન ઉપર ચાલી જવાના કારણે પાણીનો બગાડ થયો છે. હાલ રીપેરીંગ કામગીરી ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.