રોગચાળાની ભીતિ:રાજુલાની સોસાયટીમાં સપ્તાહમાં 1 વખત જ પાણી વિતરણ થાય છે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાેતરફ ગંદકીના ગંજથી લાેકાેને રાેગચાળાની ભીતિ

રાજુલામા પાછલા અેક માસથી સાેસાયટી વિસ્તારમા સપ્તાહમા અેક જ વખત પાણીનુ વિતરણ કરાતુ હાેય લાેકાેને મુશ્કેલી પડી રહી છે. અા ઉપરાંત પાછલા ઘણા સમયથી સફાઇના અભાવે ચાેતરફ ગંદકીના ગંજ ખડકાયા છે.શહેરમા પાલિકામા પંદર દિવસથી સફાઇનાે કાેન્ટ્રાકટ પુરાે થયાે છે. થાેડા સફાઇ કર્મચારી જ કાયમી હાેવાથી શહેરમા નિયમીત સફાઇ થઇ શકતી નથી જેના કારણે ચાેતરફ ગંદકીના ગંજ ખડકાયા છે. તાજેતરમા મળેલી સામાન્ય સભામા છત્રજીતભાઇ ધાખડાઅે જણાવ્યું હતુ કે સફાઇ કામદારાેને સરકારના નિયમ પ્રમાણે 9400 મળવા જાેઇઅે.

અા પ્રશ્ને ચીફ અાેફિસરે માંગણી યાેગ્ય લાગતા પ્રશ્નનાે ઉકેલ કરી દીધાે હતાે.બીજી તરફ શહેરની સાેસાયટીમા પાછલા ઘણા સમયથી સપ્તાહમા અેક જ વખત પાણીનુ વિતરણ કરવામા અાવી રહ્યું છે. જેના કારણે મહિલાઅાેને હાડમારી વેઠવી પડી રહી છે. અા પ્રશ્ને જિલ્લા કલેકટર, નગર નિયામક તપાસ કરી સફાઇ અને પાણી વિતરણનાે પ્રશ્ન હલ કરે તેવી માંગ કરાઇ છે. હાલ તાે ચાેતરફ ગંદકીના ગંજ ખડકાતા લાેકાેને રાેગચાળાની ભીતિ સતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...