રોગચાળાની ભિતી:દામનગરમાં ફિલ્ટર કે ક્લોરીનેશન કર્યા વગર પાણીનું વિતરણ કરાય છે

દામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા ડહોળું પાણી અપાતા લોકોમાં રોગચાળાની ભિતી: શુદ્ધ પાણી આપો

દામનગરમા પાછલા કેટલાક સમયથી પાલિકા દ્વારા શહેરમા ડહોળા પાણીનુ વિતરણ કરવામા આવી રહ્યું હોય લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. હાલ એક તરફ ઋતુજન્ય રોગચાળો પણ ચાલી રહ્યો હોય તેની વચ્ચે લોકો ડહોળા પાણીના વિતરણથી મુશ્કેલીમા મુકાયા છે.

પાલિકાના અણઘડ વહિવટના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહી પાછલા કેટલાક દિવસોથી ડહોળા પાણીનુ વિતરણ કરવામા આવી રહ્યું હોય લોકોને રોગચાળો ફેલાવાની ભીતિ સતાવી રહી છે. લોકો નિયમીત વેરો ભરતા હોવા છતા પ્રાથમિક સુવિધા મળી રહી ન હોય અને શુધ્ધ પીવાનુ પાણી પણ મળી રહ્યું ન હોય લોકોમા રોષ જોવા મળી રહ્યો છે.

શહેરની 20 હજારથી વધુની વસતિ હાલ તો ડહોળુ પાણી પી રહી છે. એક તરફ ઋતુજન્ય રોગચાળો ચાલી રહ્યો છે. તાવ, શરદી, ઉધરસના પણ વાયરા ફેલાઇ રહ્યાં છે. તેની વચ્ચે પાણીજન્ય રોગચાળો પણ ફેલાવાની શકયતા જોવાઇ રહી છે. આ ઉપરાંત શહેરમા રસ્તા, પેવર બ્લોક જેવા પ્રશ્નોથી પણ લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. ત્યારે લોકોને પીવાનુ શુધ્ધ પાણી મળી રહે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...