સમીક્ષા બેઠક:જળ શક્તિ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના જળ સિંચનના કામોની સમીક્ષા કરવામાં આવી

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જળ શક્તિ અભિયાન અંતર્ગત કેન્દ્રના ટેકનિકલ ઓફિસર ડૉ.શક્તિ મુરુગને અમરેલીમાં સમીક્ષા બેઠક યોજી

કેન્દ્ર સરકારના જળ શક્તિ અભિયાન અંતર્ગત રાજ્યમાં થઈ રહેલા જળ સિંચનના વિવિધ કામોની સમીક્ષા કરવાના હેતુથી આજે અમરેલી જિલ્લાની મુલાકાતે જળ શક્તિ અભિયાનના ટેકનિકલ ઓફિસર ડૉ.શક્તિ મુરુગને જિલ્લા સેવાસદન ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરુવની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જિલ્લામાં થયેલી જળ સિંચનના કામોની માહિતી ડૉ. શક્તિ મુરુગનને આપવામાં આવી હતી. તેના દ્વારા જિલ્લામાં થયેલા સુજલામ સુફલામ અભિયાન અંતર્ગતના જળસિંચન કાર્યો તેમજ જલ જીવન મિશન, અમૃત સરોવર, નલ સે જલ વગેરે જેવી જળ સિંચનની યોજનાઓ અને તેમાં અમરેલી જિલ્લામાં પૂર્ણ થયેલા અને પ્રગતિ હેઠળના કાર્યોનો અહેવાલ જાણીને જરુરી સૂચનો કરવામાં આવ્યા હતા.

જળ શક્તિ અભિયાનની સમીક્ષા અને પૂર્ણ થયેલા કાર્યો અંતર્ગત ફિલ્ડ વિઝિટ માટે આગામી સોમવારે જળ શક્તિ અભિયાનના કેન્દ્રીય નોડલ અધિકારી અને ડી.પી.આઈ.આઈ.ટી વિભાગ ભારત સરકારના ડેપ્યુટી સચિવ કરણ થાપર અમરેલી જિલ્લાની મુલાકાતે આવશે આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રની વિવિધ કચેરીઓના ઉચ્ચ અધિકારી ઓ તેમજ સિંચાઈ, વાસમો અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...