પાણીનો વેડફાટ:ધારીના છતડીયા અને જર ગામ વચ્ચે પાણીની પાઇપ લાઈનના વાલ્વમાં ભંગાણ થતા પાણીના ફુવારા ઉડ્યા

અમરેલી14 દિવસ પહેલા
  • ઉનાળાની સીઝનમાં પાણીની તંગી વચ્ચે મોટાપ્રમાણમાં પાણીનો બગાડ થયો

અમરેલી જિલ્લામાં અનેક જગ્યાએ પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થવાથી પાણીનો વેડફાટ થતો હોવાની અનેક બનાવો બન્યા છે. ત્યારે આજે ફરી એક જગ્યાએ નર્મદાની પાઈપ લાઈનમાં વાલ્વ લીક થવાની ઘટના સામે આવી છે. જેમાં ધારી ગીર વિસ્તારમાં છતડીયા અને જર ગામ વચ્ચે નર્મદા પાઈપના વાલ્વમાં લીક થવાના કારણે પાણીના ફુવારા ઉડયા હતા. જેથી મોટા પ્રમાણમા પાણીનો બગાડ થયો હતો.

ઉનાળાની સીઝન હાલ ચાલી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે અનેક જગ્યાએ પાણીની અછત જોવા મળી રહી છે. જેથી લોકો પાણી બચાવતા હોય છે. પરંતુ અમરેલી જિલ્લામાં સતત પાણીનો બગાડ થતો હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે આજે ફરી આ પ્રકારની ઘટના સામે આવી છે. અહીં ધારી ગીર વિસ્તારમાં છતડીયા અને જર ગામ વચ્ચે નર્મદાની પાણીની પાઈપ લાઈનના વાલ્વમાં લીક હોવાને કારણે પાણીના ફુવારા ઉડયા હતા. જેના કારણે મોટા પ્રમાણમા પાણીનો બગાડ થયો હતો. અહીં પાણીના ફુવારા ઉડી રહ્યા હતા ત્યારે એક બાઇક ચાલકે પોતાનું બાઇક અહિં ધોવા માટે રાખ્યું હતું. જેનો વીડિયો પણ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.

આ અગાવ પણ અનેક જગ્યાએ પાણીનો બગાડ જોવા મળ્યો હતો. રાજુલા, જાફરાબાદ, વડીયા બાદ આજે ધારી વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થવાના કારણે પાણીનો બગાડ થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...