માનવતાની મહેક:હાર્દસમા વિસ્તારોમાં વિવિધ કચેરીઓ દ્વારા પાણીના પરબની વ્યવસ્થા કરાઇ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીમાં પાેલીસ કચેરી તેમજ પાલિકા નજીક પાણીના પરબ મુકાયા

સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ કામ કરે છે પણ આ આકરા તાપના સમયે રાહદારીઓને પીવાનું પાણી મળી રહે તે માટે પણ જિલ્લા પોલીસ કચેરીએ વિશેષ કાળજી લીધી છે. નગરના ચિતલ રોડ સ્થિત જિલ્લા પોલીસ કચેરી બહાર પાણીનો જગ રાહદારીઓ માટે મૂકવામાં આવ્યો છે. અા ઉપરાંત પાલિકા દ્વારા પણ કચેરી નજીક પાણીની વ્યવસ્થા કરાઇ છે.

પાણી આમ તો શીતળ હોય અને એ શીતળતા બક્ષે એ એનો ગુણ છે. તડકામાં પસાર થતાં રાહદારીઓને માફકસરની ઠંડક ધરાવતું પાણી મળી રહે તે માટે જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘના માર્ગદર્શન અને સૂચના મુજબ પાણીના આ પરબને વૃક્ષ નીચે રાખવામાં આવ્યું છે, જેથી પાણીના જગને સતત છાંયો મળી રહે.પાણીના આ પરબની સફાઈ અને સ્વચ્છતા નિયમિત રીતે થાય તેની કાળજી પણ લેવામાં આવે છે. અમરેલી એ જિલ્લા મથક છે, એટલે આજુબાજુના ગામના ખેડૂતો સહિતના લોકો ખેતીના સાધનો સહિતની ખરીદી માટે આવે છે. ખાસ તો જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને વાવણી સહિત ખેતીલક્ષી કામગીરી માટે ખેડૂતોને મુસાફરી વધારે રહે છે.

વટેમાર્ગુને પાણીની આવશ્યકતા રહે એવા સમયે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ પરબ માનવતાનો વિશેષ પરિચય કરાવે છે. વધુમાં આવી રીતે શહેરના હાર્દસમા રાજમહેલ રોડ પર પણ અમરેલી નગરપાલિકા સહિતની બીજી કચેરીઓએ પાણીના પરબ માટે અલાયદી વ્યવસ્થા કરી છે.

અન્ય સમાચારો પણ છે...