• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Kaushik Vekaria Was Welcomed By BJP On His Arrival In Amreli City After Becoming The Deputy Dandak Of The Legislative Assembly.

સન્માન:વિધાનસભાના નાયબ દંડક બન્યા બાદ કૌશિક વેકરિયા અમરેલી શહેરમાં પહોંચતા ભાજપ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો

અમરેલી3 મહિનો પહેલા

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાને તાજેતરમાં વિધાન સભાના નાયબ દંડક તરીકે નિમણૂક કર્યા બાદ આજે કૌશિક વેકરીયા,ધારી ધારાસભ્ય જે.વી.કાકડીયા,લાઠી ધારાસભ્ય જનક તળાવયા સહિત નેતાઓ નિમણૂક બાદ પહેલી વખત અમરેલી પહોંચતા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૌશિક વેકરીયાનું ઇશ્વરીયા ગામથી શહેરના અલગ અલગ વિસ્તારમાં સ્વાગત સન્માન સાથે વધાવ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને કૌશીક વેકરીયાના સમર્થકો પણ ઉમટી પડ્યા હતા અને ભવ્ય કાર્યક્રમ યોજયો હતો.

2017મા કોંગ્રેસ પાસે હતી પાંચેય બેઠક
વર્ષ 2017માં અમરેલીની પાંચેય વિધાન સભા બેઠક કોંગ્રેસ દ્વારા કબજે કરી લીધી હતી અને ભાજપનો સફાયો કર્યો હતો. ત્યારબાદ 2022 વિધાન સભા ચૂંટણીમાં અમરેલીની પાંચેય બેઠકો કોંગ્રેસ પાસેથી આચકી કોંગ્રેસના સુપડા સાફ થતા ભાજપના કાર્યકરોમાં વધુ ઉત્સાહ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...