તંત્ર સામે ઉપસ્થિત થતો સવાલ:વડિયા પોલીસ મથકમાં 56ના મહેકમ સામે માત્ર 17નો સ્ટાફ

વડીયા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 45 ગામની કાયદો વ્યવસ્થા માટે માત્ર 3 પોલીસકર્મીઓ જ વઘે છે

છેવાડાના તાલુકા મથક એવા વડિયા જૂનાગઢ અને રાજકોટ જિલ્લાની સરહદે આવેલુ તાલુકા મથક છે. વડિયામા મુખ્ય તાલુકા પોલીસ સ્ટેશન આવેલુ છે. જો કે હાલ પોલીસ સ્ટેશનમા 56ના મહેકમ સામે માત્ર 17 કર્મચારીઓ જ છે. અહી 45 ગામોની કાયદો અને વ્યવસ્થા માટે માત્ર ત્રણ પોલીસકર્મીઓ જ વધે છે.

વડિયા કુંકાવાવ સહિત કુલ 45 ગામડાઓનો સમાવેશ થાય છે. જેના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સાંભળવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગના પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કૂલ 56 કર્મચારીઓનુ મહેકમ મંજુર કરવામાં આવ્યુ છે. હાલ આ તાલુકા પોલીસ સ્ટેશનમા એક કુંકાવાવ આઉટપોસ્ટ પોલીસ મથક પણ તેમની નીચે સમાવેશ થાય છે.ત્યારે આ તમામ કામગીરીમા કૂલ 17 પોલીસ કર્મચારીઓનો સ્ટાફ હાલ ફરજ બજાવે છે.

ત્રણ ગણા ઓછા કર્મચારીઓથી ચાલતું આ પોલીસ સ્ટેશનમા 2-ડ્રાઇવર,2-પીએસઓ,2-વાયરલેસ ઓપરેટર,1-રાઇટર,1 કોર્ટ ડ્યુટી,3 કુંકાવાવ આઉટ પોસ્ટ, 1-એલઆઈબી, 1 એકાઉન્ટ રાઇટર કૂલ 13 કર્મચારીઓ અન્ય કામગીરીમા રોકાયેલ હોય છે. સાથે સરકારી કાર્યક્રમ અને અન્ય બંદોબસ્ત તો ખરા જ. ત્યારે પાછળ પીએસઆઇ સહીત માત્ર ત્રણ કર્મચારીઓથી સમગ્ર તાલુકાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવામાં આવતી હોવાથી 45 ગામ વચ્ચે ત્રણ પોલીસ કર્મીઓ કઈ રીતે કાયદો અને વ્યવસ્થા સંભાળે તે પણ એક તંત્ર સામે ઉપસ્થિત થતો સવાલ છે.

છેલ્લા ઘણા સમયથી વડિયા વિસ્તારમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવુ જોવા મળી રહ્યું છે. આ વિસ્તારમા ઇંગ્લિશ દારૂ, પઠાણી વ્યાજનો વેપલો,વરલી મટકા, તીન પત્તીનો જુગાર સ્ટેટ વિજિલન્સ અને એલસીબી દ્વારા ઝડપાયાનો દાખલો સામે છે. ત્યારે પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે તો આ તાલુકામાં થતા ક્રાઇમને અટકાવી લોકોને સલામતીનો અનુભવ કરાવી શકાય તેમ છે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...