પોસ્ટલ વોટિંગ:અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી ફરજ બજાવનારા અધિકારી-કર્મચારીઓ માટે મતદાન યોજાયું

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી ખાતે ટપાલથી મતદાન માટે 22 નવેમ્બર મંગળવારે અંતિમ દિન

વિધાનસભા સામાન્ય ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન તા.01/12/2022ના યોજાશે. પ્રથમ ચરણના મતદાનમાં સમાવિષ્ઠ અમરેલી 95-અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીમાં ફરજ બજાવનારા અધિકારીઓ, કર્મચારીઓ મતદાનની ફરજ બજાવી શકે તે માટે ટપાલથી મતદાનની વ્યવસ્થા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.95-અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં મતદાન સમયે ફરજ બજાવનાર અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ્સ, ચૂંટણી કામે સંપાદન કરવામાં આવેલા વાહનના ચાલકો, કંડકટર, ક્લીનર, હેલ્પર તથા ચૂંટણી ફરજ પર હોવાના કારણે પોતાના મતદદાન મથકે મત આપે શકે તેમ ન હોય તેવા તમામ કર્મયોગીઓ માટે આગામી તા.22 નવેમ્બર દરમિયાન ટપાલથી મતદાન કરી શકશે.

95-અમરેલી વિધાનસભા મત વિસ્તારના મતદાન માટે લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલ, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે સવારે 9.00 સાંજે 6.30વાગ્યા સુધી મતદાન કરી શકશે. મતદાન પ્રક્રિયા સુચારું રુપે થઈ શકે તે માટે જરુરી કર્મચારીઓ અને ફેસીલીટેશન સેન્ટરના ઈન્ચાર્જની પણ નિમણુક આ કામગીરીને ધ્યાને લઇને કરવામાં આવી છે. પ્રથમ બે દિવસમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મયોગીઓએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ હતું ચૂંટણી અધિકારી 95-અમરેલી વિધાનસભા મત વિસ્તાર પ્રાંત અધિકારી દેસાઈના જણાવ્યા મુજબ ટપાલથી મતદાન માટે કુલ 1,930 અધિકારીઓ અને કર્મચારીઓએ નોંધણી કરાવી હતી. મતદાનમાં બાકી હોય તેવાં અગાઉથી નોંધાયેલા મતદારો આ 22 નવેમ્બરે અંતિમ દિવસે પણ અચૂક મતદાન કરી શકાશે

અન્ય સમાચારો પણ છે...