ખાતરી:એસટીની ખાતરી બાદ હનુમાન ખીજડિયાના ગ્રામજનોનું મતદાન

વડીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને બસની સુવિધા ન મળતી હોવાથી ગ્રામ પંચાયતની ચૂંટણીના બહિષ્કારની ચિમકી અપાઈ હતી

વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે એસટીની સુવિધા ન મળતી હોવાથી ગ્રામજનોએ ગ્રામ પંચાયતની ચૂંટણીના બહિષ્કારની ચિમકી ઉચ્ચારી હતી. જેના કારણે એસટીના અધિકારીઓ હનુમાન ખીજડીયા ગામે દોડી આવ્યા હતા. બસની સુવિધા આપવા માટે ખાતરી આપી હતી. ખાતરી મળતા જ ગ્રામજનોએ મતદાન કર્યું હતું.

હનુમાન ખીજડીયા ગામે એસટી બસના અભાવે વિદ્યાર્થીઓને અપડાઉનમાં મુશ્કેલી વેઠવી પડતી હતી. અહી સરપંચ સત્યમ મકાણીએ બે દિવસમાં એસટી બસ શરૂ નહી થાય તો ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જેના કારણે એસટીના અધિકારીઓ હનુમાન ખીજડીયા ગામે પહોંચ્યા હતા. અને ગ્રામજનોને એસટી બસ શરૂ કરવાની ખાતરી આપી હતી.

જેના કારણે ગ્રામજનોએ ચૂંટણીના બહિષ્કારની ચિમકી પરત ખેંચી હતી. અને ચૂંટણીમાં લોકોએ મતદાન કર્યું હતું. હનુમાન ખીજડીયામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...