જિલ્લાના ઓછું મતદાન ધરાવતા મતદાન મથક વિસ્તારમાં "અવસર રથ"ના માધ્યમથી ચાલો મતદાન કરીએ મતદાર જાગૃત્તિનો સંદેશ પહોંચાડવામાં આવે છે.જિલ્લાના 11 તાલુકાઓ છે. જેમાં ખાંભા એ એવો તાલુકો છે જેના નાગરિકો રાજુલા વિધાનસભા તથા ધારી વિધાનસભા મતવિસ્તારમાં સમાવેશ થયેલો છે.
ખાંભા તાલુકામાં ઓછું મતદાન થયું હોય તેવા બુથના વિસ્તારોમાં અવસર રથના માધ્યમથી મતદાન જાગૃત્તિ કરવામાં આવી હતી. મહત્વનું છે કે વધુમાં વધુ મતદાન થાય તે મજબૂત લોકશાહી માટે આવશ્યક છે. મતદારોને તેમના મતદાનનું મૂલ્ય અવસર રથના માધ્યમથી જણાવી મતદાન માટે જાગૃત્ત કરાયા હતા.બાબરામાં મતદારોને શુભેચ્છા પત્ર પાઠવાયા
બાબરામાં મતદારોને શુભેચ્છા પત્ર પાઠવાયા
વિધાનસભા સામાન્ય ચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમ અમલી છે. વધુમાં વધુ મતદાન થાય અને મજબૂત લોકશાહી માટે મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વીપ નોડલ અધિકારી નાયબ મામલતદાર બાબરા અને બાબરા સુપરવાઇઝર દ્વારા મતદારોને શુભેચ્છા પત્ર પણ પાઠવ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.