કાર્યક્રમ:ગીર જંગલના ચાંચઇ અને ઘાંઘા નેસના મતદારોને જાગૃત કરાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો મતદાનની ઉમદા ફરજ અદા કરે તે માટે લોક જાગૃતિનો કાર્યક્રમ
  • ધારીના 100 વર્ષથી વધુ વયના મતદારોનું સન્માન કરાયું

વિધાનસભાની ચુંટણી માથે છે ત્યારે વહિવટી તંત્ર મતદારોને મતદાન અંગે જાગૃત કરવા અત્યારથી કામે લાગેલુ છે. જે અંતર્ગત ગીર જંગલના નેસડાઓમા પણ મતદારોને જાગૃત કરવા પ્રયાસ થઇ રહ્યો છે. ધારી બગસરા સીટ નીચેના ગીર જંગલના અંતરીયાળ બુથો પર મતદાતા જાગૃતિ માટે આજે પ્રયાસ હાથ ધરાયો હતો.

બુથ નંબર 195 ચાંચઇ ડુંગરીમા સમાવેશ થતા ચાંચઇ અને ઘાંઘા નેસ વિસ્તારના મતદારોને ઇવીએમ અંગે સમજ આવે તથા મતદાન માટે શું કરવુ તે અંગેની જાણકારી આપવા અહી પ્રત્યક્ષ નિદર્શન કેમ્પ યોજવામા આવ્યો હતો. અને લોકોને વિસ્તૃત જાણકારી અપાઇ હતી.

તો બીજી તરફ ધારી તાલુકાના ચલાલામા આજે 100 વર્ષથી વધુ વયના મતદાતાઓનુ સન્માન કરાયુ હતુ. ચુંટણી સમયે લોકો મતદાનની ઉમદા ફરજ અદા કરે અને પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે લોક જાગૃતિનો કાર્યક્રમ યોજી ચલાલામા 100 વર્ષથી વધુ ઉંમર ધરાવતા મતદારોને સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...