કાર્યક્રમ:અમરેલી જિલ્લામાં આજે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1,412 મતદાન મથકો પર સવારે 10 થી સાંજે 5 સુધી કાર્યક્રમ યોજાશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.1/10/22ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.12/8 થી તા.11/9 સુધી જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આવતીકાલે અમરેલી જિલ્લામા 1412 મતદાન મથકો પર મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે.

અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગમાં આવેલ કુલ 1412 મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીઓ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ઉપસ્થિત રહી તા.1 /10/22ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવા મતદારોના નામની નોંધણી કરશે. ઉપરાંત મતદારયાદીમાં નામમાં સુધારા,નામ કમી કરાવી શકશે. વધુમાં વધુ 18 વર્ષથી વધુ વયના પાત્રતા ધરાવતા યુવકો,યુવતીઓ નોંધણી કરાવે તે માટે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત મતદારો પોતાના નામની નોંધણી તથા નામમાં સુધારો અથવા નામ કમી માટે ફોર્મ ઓનલાઇન પ્લેટફોર્મથી પણ ભરી શકાશે. આ માટે વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1950 પરથી માર્ગદર્શન મેળવી શકાશે. તેમજ જિલ્લામાં સમાવિષ્ટ તમામ મામલતદાર કચેરીઓ તેમજ તાલુકામાં નિયત કરવામાં આવેલ સ્થળો ખાતે ઇવીએમ-વીવીપેટ નિદર્શન રાખવામાં આવેલ છે. જેમાં મહત્તમ લોકોને આ ખાસ ઝુંબેશનો મહત્તમ લાભ લેવા માટે ચૂંટણીપંચ દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...