તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વૈચ્છિક બંધ:અમરેલીના રાજુલા શહેરમાં આજે ચોથા શનિવારે પણ સ્વૈચ્છિક બંધ, સતત ચાર અઠવાડિયાથી લોકો જાગૃત થયા

અમરેલી3 મહિનો પહેલા

કોરોના સંક્રમણે વિશ્વ અને દેશભરના રાજયોમાં હાહાકાર મચાવ્યો છે. દરરોજ અનેક માનવ જિંદગી ગુમાવી રહ્યાં છે. કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. આવી જ સ્થિતિ અમરેલી જિલ્લામાં નિર્માણ થઈ રહી છે. છેલ્લા અઠવાડીયાથી રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કરેલી અપીલને સમર્થન મળી રહ્યું છે. રાજુલા શહેર આજે શનિવાર અને આવતી કાલે રવિવાર બે દિવસ સુધી સ્વૈચ્છિક બંધ છે.

આઠ દિવસમાં બે દિવસ બંધ રાખવાથી ઘણો ફાયદો થશે

મેડિકલ સહિત દૂધ ડેરી જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુની દુકાનો ખુલી રહેશે. જેથી લોકો જીવન જરૂરિયાત ચીજ વસ્તુ લઈ શકે. આજે રાજુલા શહેરની મુખ્ય બજાર સહિત મોટાભાગનું શહેર બંધ જોવા મળી રહ્યુ છે. કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના કેસ વધી રહ્યાં છે તેને ધ્યાનમાં રાખી સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરતા સમગ્ર શહેરની વિવિધ સંસ્થા અને દરેક રાજકીય પાર્ટી અગ્રણીઓનુ સમર્થન મળતા આજે પણ શહેર બંધ છે. આજે ચોથી વખત આ શનિ-રવિ વેપારીઓ દ્વારા બંધ પાળી રહ્યાં છે.

રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ બકુલ વોરાએ કહ્યું છે કે કોરોનાની સ્થિતિ ધ્યાને લઇ સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરાઇ હતી. જેને સમર્થન મળી રહ્યું છે. 8 દિવસમાં 2 દિવસ બંધ રાખવાથી ઘણો ફાયદો થશે. ઉપરાંત અન્ય દિવસમાં લોકોના દુકાન ધંધારોજગાર પણ ચાલ્યા કરે છે. ચોથી વખત પણ સમર્થન મળી રહ્યું છે લોકો ખૂબ જાગૃત થયા છે.

અન્ય સમાચારો પણ છે...