કાર્યક્રમ:અમરેલી શહેરમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 10.858 કરોડના ખર્ચે 174 વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત, ઈ-લોકાર્પણ કરાયું

સમગ્ર ગુજરાતમાં જન જનના વિશ્વાસથી વિકાસની ભવ્ય યાત્રા - દ્વિતીય ચરણનું આયોજન તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ કરવામાં આવી રહયું છે. અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે "વિશ્વાસથી વિકાસ" યાત્રા જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી આર.સી.મકવાણાના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો.

અહી પ્રભારીમંત્રી આર.સી.મકવાણાના હસ્તે રૂપિયા 3024 કરોડના ખર્ચે તૈયાર થયેલા 92 કામોનું ઈ-લોકાર્પણ, રૂપિયા 7834 કરોડના ખર્ચે તૈયાર થનાર 82 કામોનું ઈ-ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું. સામાજિક વહીવટી વિભાગ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના કુલ 10.858 કરોડના ખર્ચે 174 વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડીયા, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક વસ્તાણી, જિલ્લા તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...