નિર્ણય:હવે શાળામાં પણ મુલાકાતીઓએ રસીનું પ્રમાણ પત્ર રજુ કરવું પડશે

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા શિક્ષણ વિભાગે તમામ શાળાઓને તાકીદ કરી

કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં પણ રાજુલા પંથકમાં નવા વોરિયન્ટ ઓમિક્રોનનો કેસ નોંધાય ગયો છે. જેને લઈને અમરેલી જિલ્લા વહિવટી તંત્ર પણ સાબદુ બન્યું છે. જિલ્લા કલેકટર કચેરીમાં પણ કોરોના વેક્સીનેશન પ્રમાણ પત્ર છીવાય અરજદારોને એન્ટ્રી અપાતી નથી. ત્યારે હવે શાળાઓમાં પણ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે મુલાકાતીઓને ફરજીયાત રસી લીધાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

અમરેલી જિલ્લા શિક્ષણ કચેરીના જી.એમ. સોલંકીએ જણાવ્યું હતું કે શિક્ષણ કચેરીમાં આજથી નવું રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે. અહી આવતા મુલાકાતીઓએ રસીનું પ્રમાણ પત્ર રજુ કર્યા બાદ જ સ્ટાફ સાથે મુલાકાત કરી શકશે. સાથે સાથે અમરેલી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પણ મુલાકાતીઓ રસી લીધાનું સર્ટીફીકેટ રજુ કરશે. તે બાદ જ તેમને શાળામાં પ્રવેશ અપાશે. તમામ શાળાઓને નિયમનું પાલન કરવા તાકીદ કરાઈ હતી.

અમરેલીમાં કોરોના સામે લડવા ડો. હિંમ પરીખ અને ડો. વિજય વાળાને જવાબદારી સોંપાઈ
રાજ્ય ભરમાં કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોન કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં દર્દીઓને સારામાં સારી સુવિધા મળી રહે તેવા હેતુથી શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીના ડો. હિંમ પરીખ, ડો. પ્રદિપ બારૈયા, ડો. વિજય વાળા અને ડો. રાજન કકૈયાને ડેજીગ્નેટ નર્સીંગ સ્કૂલમાં 100 બેડની ઓમિક્રોનની જવાબદારી સોંપાઈ હતી. ઉપરાંત ઓમિક્રોન કોવિડ આઈસીયુ વોર્ડની 24 કલાકની જવાબદારી ડો. હિંમ પરીખના સીરે મુકાય હતી.ઉપરાંત એનેસ્થેરીસ્ટ ડોક્ટરોની ટીમની જવાબાદીરી ડો. હરદુલ મોદી, ડો. રોનક રામાનુજ, ડો. ભાવેશ જીંજાલા અને ડો જગદીશ મેરની ડોક્ટરની ટીમ પણ તૈયાર કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...