તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Visiting Ambareesh Der's Fasting Camp In Rajula, Modhwadia Said, "MLA Is Not Alone In The Fight. Gujarat Is With The Congress."

સમર્થન:રાજુલામાં અંબરીશ ડેરની ઉપવાસ છાવણીની મુલાકાત કરી મોઢવાડિયાએ કહ્યું-'લડતમાં ધારાસભ્ય એકલા નથી ગુજરાત કૉંગ્રેસ સાથે છે'

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અર્જુન મોઢવાડીયા સાથે લાઠી બાબરાના ધારાસભ્ય વીરજી ઠુંમર પણ જોડાયા

અમરેલી જિલ્લામાં રાજુલા શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરની ઉપવાસ છાવણી પર કોંગ્રેસના દિગ્જ્જોની મુલાકાત આજ થી શરૂ થઈ છે. આજે પ્રદેશ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા,લાઠી બાબરા કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર સહીત કોંગી નેતા ઓ દ્વારા છાવણીની મુલાકાત લેવામા આવી હતી. ત્યાર બાદ રેલવે ની જગ્યા નો જે જમીન માટે વિવાદ ચાલ્યો તેને લઇ જગ્યા ઉપર નિરીક્ષણ કર્યું હતું.

જમીન અંગે અર્જુન મોઢવાડીયા દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય ડેર પાસે થી કેટલીક માહિતી મેળવી અને ચર્ચા વિચારણા કરી હતી. આ આંદોલન 24 કલાક માં ઉગ્ર બને તેવી પુરી શકતા જોવા મળી રહી છે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર ના સમર્થન માં કોંગ્રેસના દિગ્જ્જો મેદાનમાં આવે તેવી પુરી શક્યતા જોવા મળી રહી છે. રાજુલાથી આ રેલવે મુદ્દે ઉગ્ર આંદોલન કેવી રીતે કેન્દ્ર સરકારના કાન સુધી પોંહચાડવુ તેને લઇ રણનીતિ અંતિમ ચરણોમાં હોવાનું જાણવા મળ્યુ છે.

અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, આ રેલવેની જમીન બાબતે ભાજપના નેતાઓ રેલવેના અધિકારી ને દબાવે છે. અહીં રેલવે જમીન સાચવી શકે તેમ નથી અત્યારે પણ કચરો પડ્યો છે જમીન સાચવવા માટે નગરપાલિકાને આપે તો પાલિકા પ્રજાલક્ષી વિકાસના કામ કરી શકે.

ધારાસભ્યના સમર્થનમાં પહોંચે તે પહેલા જ આગેવાનની અટકાયતઅમરેલી જિલ્લામાં રાજુલા શહેરમાં રેલવેની જમીન બાબતે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર ઉપવાસ કરી રહ્યં છે. ત્યારે તેના સમર્થન માં રાજુલા શહેરના દલિત અગ્રણી નવચેતન પરમાર દ્વારા અનોખું વિરોધ પ્રદશન કર્યું હતું. અર્ધનગ્ન હાલતમાં આવી ધારાસભ્યના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતા પોલીસે તેની અટકાયત કરી લીધી હતી.

ઉપવાસ છાવણી પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયોરાજુલામાં ચાલી રહેલા ઉપવાસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે 2 ડીવાયએસપી, 2 પીઆઈ, 3 પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામા આવ્યો છે.રેલવે પોલીસ પણ અહીં તેમની બેરીકેટ આસપાસ બંદોબસ્ત જાળવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...