દિવાળીના તહેવારમાં લક્ષ્મી બોમ્બ સહિત ફટકડામાં દેવી-દેવતાના ફોટા વાળા ફટાકડાનું વહેચાણ થતું હોય છે. જેને લઈ વિશ્વ હિન્દુ પરિષદ સહિતનાઓએ સોશિયલ મીડિયા પર ભરપૂર વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે સમગ્ર અમરેલી જિલ્લાના ફટાકડા સ્ટોલમાં ઘણા અંશે દેવી-દેવતાના ફોટા વાળા ફટાકડાનું પ્રમાણ ઘટ્યું છે. મહત્વનું છે કે, વર્ષોથી ફટાકડા બજારમાં દેવી દેવતાઓની તસવીર વાળા ફટાકડાઓનું વેચાણ થઈ રહ્યુ છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી વિહિપ દ્વારા આ મુદ્દાને લઈ વિરોધ નોંધાવવામા આવી રહ્યો છે.
અમરેલીની વડિયામાં વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા ફટાકડાના સ્ટોલમાં જાત નિરીક્ષણ કરી દેવી દેવતાઓના ફોટા વાળા ફટાકડાનો તિરસ્કાર કર્યો હતો. વડીયા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સ્થાનિક ભાજપના કાર્યકરો પણ ફટાકડાના સ્ટોલમાં જાત નિરીક્ષણ માટે જોડાયા હતા.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફટાકડાના સ્ટોલમાં જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે, અગાવથી સૂચનાના કારણે વેપારીઓએ વિશ્વ હિન્દુ પરિષદને સમર્થન આપ્યું હોય તેમ એક પણ દુકાનમાં દેવી દેવતાના ફોટા વાળા ફટાકડા જોવા મળ્યા ન હતા. જેને લઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફટાકડાના વેપારીઓને આવકાર્યા હતા.
વડીયા ફટાકડા સ્ટોલ ધારકોને અગાવથી સૂચના મળી હોવાને કારણે એક પણ સ્ટોલ ધારક દેવી દેવતાના ફોટાવાળા ફટાકડાનું વેચાણ નહિ કરે તેમજ 5 વર્ષ માટે આ પ્રકારના ફટાકડા અહીં લાવવામાં નહીં આવે તે પ્રકારની વેપારીઓ દ્વારા ખાત્રી આપવામાં આવતા હિન્દૂ સંગઠનો દ્વારા વેપારીઓના આ નિર્ણયની પ્રશંસા કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.