કૉંગ્રેસના MLAએ કર્યો ઈસુદાનનો બચાવ:વિરજી ઠુમ્મરે કહ્યું- ભાજપે તેમના સાચા આગેવાનોને પણ છોડ્યા નથી તો ઈસુદાનને ક્યાંથી છોડે?

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપની રાષ્ટ્રીય પ્રયોગશાળા લોહીનું મનગમતું પૃથક્કરણ કરી શકે છે- વિરજી ઠુમ્મર

આપના પ્રદેશ નેતા ઈસુદાન ગઢવીનો લિકર રિપોર્ટ પોઝિટિવ આવતા રાજનીતિ ગરમાઈ છે. ત્યારે કૉંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર પણ ઈસુદાનના બચાવમાં આવ્યા છે. ઠુમ્મરે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પોતાના હરિફોનું ચરિત્રહનન કરી તેમના તરફ સંદેહ ઉભો કરવાની ભાજપની પરંપરા રહી છે. પેપરલીકના આરોપીઓને બચાવવા માટે લિકરની રાજનીતિ શરૂ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.

અમરેલી જિલ્લાના લાઠી બાબરાના કૉંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે કહ્યું હતું કે, ભાજપ દ્વારા સમયાંતરે રોબર્ટ વાઢરાને ઈડીના સમન્સ મોકલવા, કૉંગ્રેસના નેતાઓને બદનામ કરવા નેશનલ હેરાલ્ડનો હાઉ ઉભો કરનાર, કનૈયા કુમારને રાષ્ટ્રદોહી ચીતરનાર અને કૉંગ્રેસને બદનાર કરનાર ભાજપ એકેય મામલામાં કાનૂની રીતે સાબિત કરી શકી નથી. આ બતાવે છે કે માત્ર બદનામી અને ચારિત્ર્ય હનન નો ખેલ ચાલે છે. બીજા પર કાદવ ઉછાળી કમળ ખીલવવાની રમત રમાય છે.

વધુમાં એમ પણ કહ્યું છે આવી જ રમત પેપરલીકના અપરાધીઓ ને બચાવવા લિકર રાજનિતી પાછળ દેખાઈ રહી છે. પેપરલીક પાછળ કોણ ? વારંવાર પેપર ફુટી જતા હોય તો સીસ્ટમ શું કરે છે ? કોના લાભાર્થે રોજગાર વાંચ્છુ યુવાધનને હડફેટે ચડાવાય છે ? નૈતિકતાના ધોરણે અસિત વોરાનું રાજીનામુ નહી લેવાની બેશરમી કેમ ? આવા સવાલો અચાનક જ બદલાઈ ગયા કોણે પીધો ? કેટલો પીધો ? ક્યાંથી પીધો? પીધો કે નથી પીધો... ! તરફ ફંટાઈ ગયા 86 હજાર યુવાનોનું ભવિષ્ય રોડી નાખનાર અસિત વોરા કરતા મોટો ગુન્હેગાર બનાવી ઈસુદાનને પ્રસ્તુત કરાવી દીધા. આખો મુદ્દો પેપરલીક જેવી ગંભીર સમસ્યાથી લિકરની માત્રા કેટલી તે બની ગયો. રોજગારીનો ટેસ્ટ એફ.એસ.એલ. ના ટેસ્ટ પાછળ છુપાવી દેવાયો. આ બદલાયેલી ચર્ચાનો લાભાર્થી ભાજપ સિવાય બીજુ કોઈ નથી આ હકીકત લોકોએ સમજવી પડશે.

રાજનીતિ માં મતભેદ, વિચારભેદ કે અસહમતી વિરૂધ્ધ આટલી હલકી રાજનીતિએ જાહેરજીવનમાં સંકળાયેલા તમામ લોકો માટે ખતરાની ઘંટડી છે. આજે ઈસુદાન ગઢવી છે કાલે તમે કે હું પણ આવી હલકાઈનો ભોગ બની શકીએ. એક પ્રતિષ્ઠિત પત્રકાર અને હાલ રાજનેતા ઈશુદાન ગઢવી જાહેરમાં દારૂ પી કોઈની છેડતી કરે એ વાત સીધી ગળે ઉતરે તેમ નથી. રાજકીય દેખાવો માટે હરીફ પાર્ટીના કાર્યાલય પર જઈને કોઈ જાહેર જીવનની વ્યક્તિ કે રાજનેતા યુવતીની છેડતી કરે અને એ પણ સામસામી ઝપાઝપી થતી હોય ત્યાં ?? વળી વારંવાર સીસીટીવી ફુટેજ માંગ્યા છતાં.. ના જાહેર માધ્યમથી ના કાનુની તપાસ દરમિયાન રજુ થયા નથી.

અન્ય સમાચારો પણ છે...