• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Villagers Allege That In Addition To 250 Aid Forms From Nageshri Village In Jafrabad Taluka, Missing Aid Forms Were Lost In The Storm.

બેદરકારી:તાઉતે વાવાજોડામાં જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના 250 ઉપરાંત સહાયના ફોર્મ ગુમ થયાનો ગ્રામજનોએ કર્યો આક્ષેપ

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયત કચેરીમાં અગાવ અનેક સહાયના ફોર્મ ખોવાયા હતા કેટલાક મળ્યા તો હજુ અનેક ફોર્મ મળતા નથી
  • ફોર્મ ગુમ થતા ગ્રામલોકો સહાયથી વંચીત

અમરેલી જિલ્લાના દરિયા કાંઠે વસવાટ લોકો તાઉતે વાવાજોડાએ મચાવેલી તબાહીને ક્યારેય નહિ ભૂલી શકે. ત્યારે વ્યાપક પ્રમાણમા નુકસાન અને અધિકારી કર્મચારીની કેટલીક ભૂલોના કારણે આજે અનેક લોકો હજુ પણ સહાય વિહોણા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. લોકોની સ્થિતિ દયનિય છે. ત્યારે જાફરાબાદ તાલુકામા નાગેશ્રી ગામમાં વ્યાપક પ્રમાણમા નુકશાન થયું હતું. જેથી ગામલોકોએ સહાય ફોર્મ ભર્યા હતા. જોકે, અનેક લોકોને સહાય મળી ન હતી. જે રીતે ફોર્મ ભર્યા તે વખતે અનેક ગામડામાં બહારથી સર્વે ટીમો અને કર્મચારીઓ દ્વારા સ્વીકારી લીધા હતા. પરંતુ આ તમામ ફોર્મ તાલુકા પંચાયત કચેરી ખાતે અથવા કોઈ જગ્યા પર ટલે ચડી ગયા હતા. જેના કારણે કેટલાય લોકો સહાય વિહોણા રહ્યા હતા. જોકે, કેટલાક ફોર્મ મળી ગયા હતા જેના કારણે થોડાકને સહાય મળી ગઈ છે.

ગ્રામજનોના કહેવા પ્રમાણે હજુ 250 જેટલા ફોર્મ ગુમ છે. જે ઘર વખરી નુકસાન મકામ દીવાલો જે રહેણાંક વિસ્તારમાં નુકસાન થયું છે તે ફોર્મ આશરે 250 ઉપરાંતના છે. પરંતુ હજુ સુધી કોઈ પતો નથી. તાલુકા પંચાયતમા આ ફોર્મ ન હોવાને કારણે કેવી રીતે સહાય મળે તેવો સવાલ ઉઠી રહ્યો છે. જ્યારે મહત્વની વાત એ પણ છે કે, જાફરાબાદ તાલુકા વિકાસ અધિકારીની જગ્યા પણ કેટલાય દિવસોથી ખાલી હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. વહીવટી પ્રક્રિયા પણ અટકી પડી છે. કેટલાય વિકાસના કામો પણ અટવાયા છે.

રાજુલા તાલુકા પંચાયતમાં ફોર્મ ગુમ હતા 3 દિવસ પહેલા શોધ્યા

રાજુલા તાલુકા પંચાયતમાં કેટલાક ગામડાના લોકોના ફોર્મ મળતા ન હતા. રીતસર ગુમ થયા હતા. ત્યારબાદ 3 દિવસ પહેલા તાલુકા વિકાસ અધિકારી દ્વારા બેઠક બોલાવી હતી અને ફોર્મ મળી ગયા છે તેની સહાય તાકીદે જમા કરાવવા માટે સૂચના પણ આપી હતી.

કલેક્ટર તપાસ કરાવે તેવી માંગ- સ્થાનિકનાગેશ્રી ગામના વિજય વરૂએ જણાવ્યું કે, અમારા ગામના અનેક પરિવારોને હજુ સુધી સહાય મળી નથી. ફોર્મ સર્વે વાળાએ ગુમ કર્યા કે ભૂલથી ગુમ થયા છે તેની તપાસ કરવા અમારી માંગણી છે. પહેલા નામ પણ હતા હવે કોઈ જવાબ આપતું નથી. જિલ્લા કલેક્ટરને વિનંતી અમારા ગામની તપાસ કરાવી ન્યાય અપાવે.

ફોર્મ ભરી દીધા હજુ સહાય મળતી નથી-સ્થાનિકનાગેશ્રી ગામના કિરણભાઈ બી.વરૂએ કહ્યું કે, અમારા ગામના લોકો તાલુકા પંચાયતમાં ધક્કા ખાયને થાક્યા છે, હવે સરકાર તપાસ કરાવી સહાય અપાવે તો સારું. તાલુકા પંચાયત વાળા કહે છે ફોર્મ ખોવાય ગયા છે. કાયમી કોઈ ટીડીઓ પણ નથી. બદલી થયા પછી જગ્યા ખાલી છે કોઈ ધ્યાન આપતું નથી.

અન્ય સમાચારો પણ છે...