મુશ્કેલી:વીજપડી - રાજુલા સ્ટેટ હાઇવે બિસ્માર: 10 માસમાં જ માર્ગ પર મસમોટા ખાડા

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 5 ગામના લોકોએ રોડ ફરી બનાવવા માંગણી કરી: અગાઉ ત્રણ ટ્રક પલ્ટી માર્યા"તા

વીજપડીથી રાજુલા સુધીનો સ્ટેટ હાઇવે નવો બન્યાના 10 માસમાં જ બિસ્માર બની ગયો છે. અહીં મસમોટા ખાડાઓથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વહેલી તકે આ રોડની ફરી નવો બનાવે તેવી પાંચ ગામના ગ્રામજનોએ માંગણી કરી છે. વીજપડી - રાજુલા માર્ગને 10 માસ પહેલા નવો બનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન રોડની કામગીરી નબળી થતી હોવાથી ભંમર, ઘાડલા, ચીખલી અને વીજપડીના ગ્રામજનોએ વિરોધ કરી કામગીરી અટકાવી હતી. છતાં પણ તંત્ર દ્વારા આ માર્ગની કામગીરી નબળી બનાવી હતી. જેના કારણે દસ મહિનામાં જ સમગ્ર રોડ પર મસમોટા ખાડાઓ ઉપજી આવ્યા છે.

જેના પગલે અહીંથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વીજપડીથી રાજુલા સુધીનો માર્ગ બિસ્માર હોવાથી અગાઉ પણ અહીં એક સાથે ત્રણ ટ્રક પલટી મારી ગયા હતા. ત્યારે માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક આ માર્ગને નવો બનાવે તેવી પાંચ ગામના લોકોએ માંગણી ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...