તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ બે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન:અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ દિવસે-દિવસે વધુ જોવા મળી રહ્યું છે ત્યારે ગામડાઓ સ્વૈચ્છિક લાેકડાઉન તરફ વળ્યાં

અમરેલી, વડીયા, લીલીયા5 મહિનો પહેલા

અમરેલી જિલ્લામા કાેરાેનાની બીજી લહેર ફરી વળી છે. શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમા અા વખતે કાેરાેનાનુ સંક્રમણ વધુ ફેલાયુ છે. હવે કાેરાેના અાખા પરિવારને ઝપટે ચડાવી રહ્યાે છે. ત્યારે જિલ્લાના ગામડાઅાે હવે સ્વૈચ્છિક લાેકડાઉન તરફ વળ્યાં છે. અમુક ગામાેમા સપ્તાહનુ સંપુર્ણ લાેકડાઉનનાે નિર્ણય કરાયાે છે તાે અમુક ગામાેમા સવારે અને સાંજે બે કલાક સુધી દુકાનાે ખુલી રાખવા નિર્ણય કરાયાે છે.

વડિયામાં 8 દિવસ સંપૂર્ણ લોકડાઉન
વડિયામાં 8 દિવસ સંપૂર્ણ લોકડાઉન

વડીયા અને આસપાસના ગામડાઓમા કોરોનાના કેસ વધી રહ્યા છે. બાળકો અને વૃદ્ધ કોરોના પોઝીટીવ આવી રહ્યા છે. જેના કારણે વડીયામાં કોરોના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે વેપારી મંડળના પ્રમુખ મિતુલ ગણાત્રા, જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ રાંક, સરપંચ છગનભાઇ ઢોલરીયા અને વેપારી મંડળના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી. વડીયામાં 18 થી 25 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો હતો. આ દિવસોમાં પાન-મસાલા, કાપડ સહિતની દુકાનો 8 દિવસ સુધી બંધ રહેશે. અહીં લોકડાઉનના સમયમાં માત્ર સવાર- સાંજ 6 થી 9 શાકભાજી અને દૂધની દુકાનો તેમજ ફ્લોર મિલ ખુલ્લા રહેશે.

ધરાઇ ગામ સવારે 3 અને રાત્રી 3 કલાક ખુલશે.
ધરાઇ ગામ સવારે 3 અને રાત્રી 3 કલાક ખુલશે.

તાે બાબરા તાલુકાના ચમારડી,ઘૂઘરાળા,કરીયાણા,ગળકોટડી,વાવડા અને ધરાઈમાં ગ્રામ પંચાયત દ્વારા સ્વંયભુ બંધ પાળવા નિર્દેશ કરતા ગામના લોકો અને વેપારીઓ સહમતી આપી બપોર બાદ ધંધા રોજગાર બંધ રાખી કામ સિવાય બહાર નહિ નીકળવાનો જાતે નિર્ણય પણ કરવામાં આવ્યો છે. ધરાઈ ગામમાં સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ દુકાનો ખુલી રહેશે. જયારે લીલીયા તાલુકાના નાના કણકોટ ગામે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સ્વૈચ્છિક લોકડાઉન કરાયું છે. અહી એક માસમાં 4 લોકોના મોત થતાં ગ્રામજનોએ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમજ સરપંચ દ્વારા લોકોને કોરોનાની રસી લેવા માટે અપીલ કરી હતી. સરપંચ હસમુખભાઇ પોલરાએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. અહી અાગામી દિવસાેમા રસીકરણ કેમ્પ પણનું પણ આયોજન કરવામાં આવશે.

ડુંગરમાં ગ્રામજનો દ્વારા ચાર દિવસનું સ્વૈચ્છિક લાેકડાઉન
રાજુલા તાલુકાના ડુંગરના ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણંય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગ્રામજનોએ સ્વેચ્છિક લોકડાઉનનો નિર્ણંય કર્યોં છે. ગ્રામજનોને આવશ્યક ચીજવસ્તુ માટે ગામના વેપારીઓ તથા દુકાનદારોએ સવારે 8 થી 11 તેમજ સાંજે 5 થી 8 વાગ્યા સુધી દૂકાનો ખોલવા જણાવ્યું છે. તેમજ ગ્રામજનોએ જરૂરી કામ વગર બહાર ન નીકળવું તેમજ અનલોકનાં સમયે પણ ફરજિયાત માસ્ક પહેરવું તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે.

બાબરામાં મેલડી માતાજીનું મંદિર બંધ રાખવા નિર્ણય
બાબરામાં નિલવડા રોડ પર આવેલ મેલડીમાનુ મંદિર આગામી દિવસોમાં નવો આદેશ ન આવે ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય મંદિરના વહીવટકર્તા દ્વારા લેવામા આવ્યો છે. હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી હાેય ત્યારે તાલુકા અને સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શને આવતા હોય છે. અહીં માતાજીના તાવા, નિવેદ સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે. ત્યારે વધુ ભીડ થતી હોવાથી કોરોના સંક્રમણ વધુ ફેલાવાની શકયતા હોવાથી અા નિર્ણય લેવાયાે હતાે.

જાફરાબાદમાં શનિ-રવિ સંપુર્ણ લાેકડાઉન
જાફરાબાદમા પણ કાેરાેનાનુ સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુથી વેપારી અેસાેસિઅેશન દ્વારા તા. 17 અને 18 અેમ બે દિવસ સંપુર્ણ લાેકડાઉનનાે નિર્ણય કર્યાે હતાે. અહી ફકત દુધ, શાકભાજી, દવા સિવાય અન્ય ધંધા રાેજગાર બંધ રાખવામા અાવશે.

અમરેલીમાં કોરોના સંક્રમણ વધતા સેનેટાઇઝેશન કરો
અમરેલીમાં કોરોના સંક્રમણ વધતા શહેરભરમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવા ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સે નગરપાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરી છે. કેટલાય લોકો કોરોના પોઝીટીવ થઈ રહ્યા છે. પણ નગરપાલિકાએ આજ દિન સુધી શહેરમાં દવાનો છંટકાવ કર્યો જ નથી. અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ યોગેશભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે સમગ્ર શહેર કોરોના મહામારીના ભરડામાં ધકેલાય રહ્યું છે. દિવસે દિવસે કોરોના પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. લોકો હોય કે વેપારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અનેક નામી વેપારીઓ કોરોનાના કારણે અવસાન પામ્યા છે. શહેરમાં કોરોના કેસ વધી રહ્યા છે. પણ નગરપાલિકા લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યું છે. નગરપાલિકામાં કેટલા કર્મીઓને કોરોના પોઝીટીવ આવતા કચેરીમાં તમામ કામગીરી બંધ કરી દીધી છે. પણ શહેરમાં ક્યાંય સેનેટાઇઝર કે પછી ડી.ડી.ટીનો છંટકાવ કરાતો નથી. તેવા સમયે માનવ જિંદગીને બચાવવા માટે નગરપાલિકા શહેરભરમાં સેનેટાઇઝરનો છંટકાવ કરે તેવી ચેમ્બર ઓફ કોમર્સની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...