જોખમી સ્નાન:વડીયાના સુરવો ડેમમાં પ્રતિબંધિત જગ્યાએ જીવના જોખમે સ્નાન કરતા લોકોનો વીડિયો વાઈરલ

અમરેલીએક મહિનો પહેલા
  • ડેમમાં સ્નાન કરતી સમયે અકસ્માતનો ભય

ઉનાળાની આકરી ગરમી પડવાની શરૂઆત થઈ છે. ત્યારે અમરેલીના વડીયાના સુરવો ડેમમાં આઠેક યુવાનો જોખમી સ્નાન કરતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. ડેમમાં ન્હાવા પર પ્રતિબંધ હોવા છતાં યુવાનો ડેમની અંદર ન્હાતા હોવાનો વીડિયો વાઈરલ થતા સવાલો ઉઠ્યા છે.

અમરેલી જિલ્લામાં વડીયાનો સુરવો ડેમ મહત્વનો ડેમ છે. ડેમમાં હાલ પાણી ભરેલું હોવાથી ગરમીથી ત્રસ્ત યુવાનો અહીં સ્નાન કરતા જોવા મળી રહ્યા છે. ડેમમાં ન્હાવા પર પ્રતિબંધ હોવા છતા યુવાનો અહીં ધુબાકા મારતા જોવા મળ્યા હતા.

સામાન્ય રીતે સિંચાઈ વિભાગના ડેમ પર જવાબદાર કર્મચારી અધિકારીઓ રહેતા હોય છે. પરંતુ અહીં કોઈ કર્મચારીઓ નહિ હોવાને કારણે તેનો લાભ લઇ કેટલાક યુવાનો સહિતના લોકો આ ડેમમાં ન્હાવા પડ્યા હતા અને વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયા છે. અહીં પ્રતિબંધીત વિસ્તાર હોવા છતા યુવાનો જોખમી રીતે સ્નાન કરી રહ્યા છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ?તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...