• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Video Of An Animal Being Tied To A Rope And Given To A Lion For Hunting Goes Viral On Social Media, Probe Ordered Across Saurashtra

માત્ર સિંહ દર્શન માટે માસૂમ પશુની બલિ:પશુને દોરડે બાંધી સિંહને શિકાર માટે અપાતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, સૌરાષ્ટ્રભરમાં તપાસના આદેશ

અમરેલી18 દિવસ પહેલા
  • છેલ્લા 24 કલાકથી સિંહનો વિડિયો અને 1 ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ
  • પશુને દોરડે બાંધી શિકાર માટે આપી સિંહ દર્શન કરાતાં રોષનો માહોલ

અમરેલી જિલ્લામાં અને આસપાસના જિલ્લામાં વારંવાર સિંહના વીડિયો વાયરલ થાય છે. ત્યારે આજે ગુરૂવારે સિંહ પ્રેમી અને પર્યાવરણ પ્રેમીઓને હચમચાવતો વીડિયો વાયરલ થતા રોષ જોવા મળી રહ્યો છે. રેવન્યુ વિસ્તારના વાડી વિસ્તારમાં 1 પશુને દોરડે બાંધી સિંહને શિકાર માટે આપી સિંહ દર્શન કરાતાં રોષનો માહોલ ઉભો થયો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વનવિભાગ સામે પણ સવાલો ઉઠ્યા છે. આ વીડિયો ગીર ગ્રામીણ કે રેવન્યુ વિસ્તારના કયા વિસ્તારનો વીડિયો છે તેને લઈ તપાસ શરૂ કરાઈ છે, જો કે હાલ વીડિયો અંગે કોઈ પુષ્ટિ મળી નથી. પરંતુ વનવિભાગ હકરતમાં આવી દોડધામ કરી રહ્યું છે.

જુનાગઢ સીસીએફ દ્વારા ઘટના પ્રત્યે ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા છે. જ્યાં જ્યાં સિંહોનો વસવાટ છે ત્યાં ગીર અને બૃહદગીર રેન્જ વિસ્તારમાં તપાસ કરવા માટે સૂચના અપાતાં રેન્જ ઓફિસરો તેમજ ડીસીએફ ફોરેસ્ટરો, ગાર્ડ સુધીના કર્મીઓ પણ તપાસ કરી રહ્યા છે અને ઘટનાનું લોકેશન શોધવા કવાયત શરૂ કરાઈ છે. ગીર અને બોડર રેવન્યુ વિસ્તારના સિંહ દર્શન કરતા વીડિયો વાંરવાર વારયલ થાય છે. પરંતુ સ્થાનિક વનકર્મીઓ આ પ્રકારના વીડિયોની કોઈ ગંભીરતા નથી લેતાં જેના કારણે વારંવાર આ પ્રકારના વીડીયો વાયરલ થાય છે.

અન્ય સમાચારો પણ છે...