અમરેલી જિલ્લાના બાબરામા દુહા-છંદ લલકારતા એક બાળકનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો છે. મૂળ ભાવનગરનો રહેવાસી એવો રમેશ વાઘાભાઇ બારોટ નામનો આ બાળક હાલ બાબરામાં રહે છે. રમેશના ટેલેન્ટને કારણે તેમના 7 સભ્યોના પરિવારનું ગુજરાન ચાલે છે. બાબરા શહેરના વેપારીઓએ પણ બાળકના ટેલેન્ટને આવકારી રહ્યા છે. ખૂબ નાની ઉંમરે તેમની કલાકારી જોઈ સૌ કોઈ ચકિત થઈ રહ્યાં છે.
લોક સાહિત્યકારોની જેમ જ આ બાળક દુહા-છંદની રમઝટ બોલાવી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તેની સાથે સાથે આગામી દિવસોમાં આ બાળક ખૂબ મોટી લોક ચાહના મેળવે તો પણ નવાઈ નહીં. સામાન્ય પરિવારમાંથી આવતો રમેશ દેશભક્તિના ગીતો અને લોકગીતો તથા ભજનની રમઝટ બોલાવી રહ્યો છે.
કોણ છે આ બાળક?
રમેશ વાઘાભાઇ બારોટના પરિવારમાં અન્ય 7 સભ્યો છે. તેમનો મુખ્ય વ્યવસાય ગામે ગામ ઊંટ લઈને ફરવાનો છે. પરંતુ કોરોના મહામારીને કારણે પરિવાર ગામડે ગામડે જતો નથી. હવે રમેશ ભજન ગાઈને લોકોનું મનોરંજન કરી રોજગારી મેળવી રહ્યો છે. રમેશના ગીતો સાંભળીને લોકોને મજા આવે તો પૈસા આપે છે અને તેમના પરિવારનું ગુજરાન ચાલે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.