તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદિર સુધી પહોંચ્યા સિંહો:ધારીના ગળધરા ખોડિયાર મંદિરના પટાંગણમાં 3 સિંહે શિકાર કરી મિજબાની માણી, વીડિયો વાઇરલ

અમરેલી18 દિવસ પહેલા
  • સિંહો ભૂખ્યા-તરસિયા વધુ રહે છે, જેથી એમના માટે ભોજનની વ્યવસ્થા કરવાની જરૂર

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધતાં હવે એની ગમે ત્યારે ગમે ત્યાં ઘૂસી જવાની ઘટના બની રહી છે. સિંહો ભૂખ્યા-તરસિયા વધુ રહે છે, જેથી એમના માટે ભોજનની વ્યવસ્થા કરવાની જરૂર છે. ધારી ગીરનો વધુ 1 વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

સોશિયલ મીડિયામાં વીડિયો ખૂબ થઈ રહ્યો છે વાઇરલ
આ વીડિયો ધારી નજીક સુપ્રસિદ્ધ ગળધરા ખોડિયાર માતાજીના મંદિરનો છે. અહીં માતાજીના મંદિર પટાંગણ ઉપર ચડી સિંહો મારણની મિજબાની માણી રહ્યા છે. આ દૃશ્યો સ્થાનિક લોકો દ્વારા મોબાઈલમાં એ કેદ કરતાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાઇરલ થયો છે.

છેક મંદિરના પટાંગણ સુધી સિંહો પહોંચ્યા.
છેક મંદિરના પટાંગણ સુધી સિંહો પહોંચ્યા.

સિંહો રહેણાક વિસ્તારમાં આવી જવાની ઘટના સામાન્ય
સિંહો હવે ગમે ત્યારે ગમે ત્યાં ઘૂસી રહેણાક વિસ્તારમાં મારણ કરી રહ્યા છે અને થોડી મિનિટો અને કલાકોમા ફરી તે રેવન્યુ અથવા તો ગીર વિસ્તાર તરફ રવાના થાય છે. જોકે કેટલીક જગ્યાએ હવે આ પ્રકારની ઘટના રોજિંદી બની રહી છે.

ધારીમાં આવેલું ખોડિયાર મંદિર.
ધારીમાં આવેલું ખોડિયાર મંદિર.
અન્ય સમાચારો પણ છે...