અમરેલી જિલ્લામા મેઘરાજાએ સર્વત્ર મેઘમહેર કરી છે. જો કે તેની વચ્ચે હાલ અમરેલીમા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. એકાદ પખવાડીયામા જ ત્રણથી ચાર ગણા વધી જતા ગૃહિણિઓમા કચવાટ જોવા મળી રહ્યો છે. હાલ શાકમાર્કેટમા સ્થાનિક શાકભાજી આવતુ ન હોય જેના કારણે આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
જિલ્લામા ચાલુ ચોમાસામા સારો એવો વરસાદ પડી ગયો છે. અહી એકાદ પખવાડીયાથી શાકભાજીના ભાવમા એકાએક વધારો આવ્યો છે. જેના કારણે ગૃહિણિઓ મુંઝવણમા મુકાઇ છે. વરસાદના કારણે હાલ સ્થાનિક શાકભાજીની આવક નહિવત છે. અમરેલી શાકમાર્કેટમા હાલ અમદાવાદ, સુરત, વડોદરા વિગેરે શહેરમાથી શાકભાજી આવી રહ્યું હોય દરેક શાકભાજીમા ત્રણથી ચાર ગણો વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગૃહિણીઓનુ બજેટ ખોરવાઇ ગયુ છે.
અમરેલી માર્કેટીંગયાર્ડમા આજે રીંગણાની 15 કવીન્ટલ, ફલાવરની 10 કવીન્ટલ, કોબીની 123 કવીન્ટલ તેમજ દુધીની 10 કવીન્ટલ આવક આવી હતી. આ ઉપરાંત કારેલાની 30 કવીન્ટલ, કાકડીની 20 કવીન્ટલ અને ગુવારની માત્ર 4 કવીન્ટલ જ આવક આવી હતી.
શાકભાજીનુ વેચાણ કરતા વેપારી અનીલભાઇ સોલંકી તેમજ મુન્નાભાઇએ જણાવ્યું હતુ કે હાલ ચોમાસામા વરસાદના કારણે સ્થાનિક શાકભાજીની આવક ઘટી છે. હાલ વડોદરા, સુરત વિગેરે શહેરમાથી શાકભાજી આવી રહ્યું હોય ભાવ ઉંચકાયા છે. હજુ આગામી એકાદ પખવાડીયા સુધી આ ભાવ વધારો રહેવાની શકયતા છે. બાદમા સ્થાનિક શાકભાજીની આવક વધશે ત્યારે ભાવ પણ ઘટશે.
અમરેલીમાં કયાં શાકભાજીનો કેટલો ભાવ (કિલો) ?
કારેલા | રૂા. 35 થી 40 |
રીંગણા | 35 થી 40 |
તુરીયા | 80 |
દુધી | 30 થી 40 |
કોબી | 30 |
ગુવાર | 70 થી 80 |
ભીંડો | 50 થી 60 |
કોથમીર | 80 થી 120 |
કંટોલા | 130 થી 150 |
ટમેટા | 40 |
ગાજર | 40 |
ઓણસાલ 3700 હેક્ટરમાં વાવેતર
અમરેલી જિલ્લામા મેઘરાજાએ સર્વત્ર મેઘમહેર કરી છે. અનેક વિસ્તારોમા ચેકડેમ અને જળાશયોમા નવા નીર આવી ગયા છે. આમ તો જિલ્લામા મોટાભાગે ખેડૂતો કપાસ અને મગફળીનુ વાવેતર કરે છે. તેની સાથે ચાલુ સિઝનમા ખેડૂતોએ 3700 હેકટરમા શાકભાજીનુ વાવેતર પણ કર્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.