થનગનાટ:અમરેલી જિલ્લામાં આઠમાં નોરતે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, લાઠી શહેરમાં વીર હમીરસિંહજીનું નાટક યોજાયું

અમરેલી10 દિવસ પહેલા
  • સમગ્ર જિલ્લામાં નવરાત્રિને લઈ ઉત્સાહ સાથે થનગનાટ છવાયો

અમરેલી જિલ્લામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આઠમાં નોરતે ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી. મા આંબાની આરાધના સાથે શરૂઆતમા આરતી પૂજા અર્ચના સાથે નવરાત્રિનો રાતે 10 વાગે આરંભ થાયો હતો.

આઠમા નોરતે લાઠી શહેરમાં મહાકાળી નાટક મંડળ દ્વારા દાંડિયા રાસ સાથે સોમનાથની સખાતે વીર હમીરજી સિંહ સોમનાથ ઉપર મોહમદ બેગડાએ ચડાઈ કરી હતી ત્યારે લાઠીના રાજકુંવર વીર હમીરસિંહજી લાઠીથી સોમનાથ ગયા હતા તે હમીરજીનું નાટક યોજાયું હતું. મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા હતા.

લાઠી શહેરમાં મારુતિ નંદન સોસાયટીમાં માં મહા આરતીવનું આયોજન કર્યું હતુ. જેમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ ઉપરાંત ખેલૈયા ઓ દ્વારા અહીં અલગ અલગ સ્ટેપ પણ લેવાયા હતા અને જોમ જુસા સાથે રમતા હતા. આ ઉપરાંત લાઠી શહેરમાં ભરવાડ શેરી ખાતે પણ મોમાઇ ગરબી મંડળ આયોજિત નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાય છે. ભરવાડી રાસ અહીં રમાય છે. સમગ્ર લાઠી શહેરમાં આકર્ષણ નું કેન્દ્ર બને છે ભરવાડ સમાજના પહેરવેશ સાથે ટેડીશનલ ડ્રેસ સાથે રાસની રમઝટ બોલાવાય છે.

જાફરાબાદ શહેરમાં ઉચાણી હવેલી શેરી ખાતે લાયન્સ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા 18 વર્ષથી ગરબી મંડળ નું આયોજન કરાય છે અહીં માત્ર શેરી પૂરતી જ ખેલૈયા ઓ રમે છે પરંતુ હિન્દૂ મુસ્લિમ સમાજની બાલા ઓ રમે છે જેથી અહીં કોમી એકતા જુ પ્રતીક નું ઉદાહરણ જોવા મળે છે.

રાજુલા શહેરમાં જય માતાજી ગ્રુપ આયોજિત 8 વર્ષથી પાર્ટી પ્લોટનું આયોજન કરાતું હતું, પરંતુ આ વર્ષે સરકારની ગાઈડ લાઈન અને નિયમો મુજબ શેરી ગરબાનું આયોજન કરાયું છે અહીં પણ માતાજીની આરાધના સાથે મોટી સંખ્યામાં ખેલૈયા ઓ ધૂમ મચાવી હતી નાના મોટા ખેલૈયાઓ રમી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...