ચૂંટણી ચિન્હ નક્કી:લીલું મરચું, ગેસનો ચુલો અને કીટલી સહિત વિવિધ ચૂંટણી ચિન્હો ફાળવાયા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારો નિશ્ચિત થતાં જ તંત્રએ ચૂંટણી ચિન્હ નક્કી કરી દીધા

અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા સીટ પર 21 અપક્ષ ઉમેદવારો અંતિમ ચુંટણી જંગમા બાકી બચ્યાં છે. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પુર્ણ થતા જ ચુંટણી તંત્ર દ્વારા આ તમામ અપક્ષ ઉમેદવારોને અવનવા ચુંટણી ચિન્હ ફાળવી દેવામા આવ્યા છે.

ચુંટણી લડી રહેલા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કક્ષાના ચુંટણી ચિન્હો તો નિશ્ચિત છે. પરંતુ અપક્ષ ચુંટણી લડતા ઉમેદવારો માટે ચુંટણી પંચ દ્વારા જુદાજુદા ચુંટણી ચિન્હો અલગ તારવવામા આવ્યા છે. આ ચુંટણી ચિન્હો એકબીજાને મળતા આવતા નથી જેના કારણે મતદારોમા પણ કોઇ અવઢવ ન રહે. તંત્રએ ફાળવેલા ચિન્હો પણ ઘણા રસપ્રદ છે.

અમરેલી જિલ્લામા એક એક અપક્ષ ઉમેદવારને લીલા મરચાનુ ચિન્હ અપાયુ છે. તો એક ઉમેદવારને ગેસના ચુલાનુ ચિન્હ ફાળવાયુ છે. કોઇકને કીટલી તો કોઇને કેરમ બેાર્ડ, કોઇને સફરજન તો કોઇને બંગડી, કોઇને બેટરી તો કોઇને હિરો ચિન્હ તરીકે અપાયા છે. આ ઉપરાંત સાંકળ, પ્રેશર કુકર, બકેટ, એરકન્ડિશનર, ટ્રક, વેલણ, ટીવી, પેટી, હેલિકોપ્ટર અને ફુટબોલ જેવા ચિન્હો પણ ફાળવાયા છે. આમ, તંત્ર દ્વારા અપક્ષ 21 અપક્ષ ઉમેદવારોને વિવિધ ચિન્હોની ફાળવણી કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...