આન બાન શાન સમા સિંહો આપણા ગુજરાતનુ ગૌરવ છે, પરંતુ તેની ગ્રાઉન્ડ પરની વાસ્તવિકતા કઈક શરમ જનક છે. સૌરાષ્ટ્રમા સૌથી વધુ અમરેલી જિલ્લામા સંખ્યા સિંહોની વધી રહી છે જ્યારે જંગલ છોડી રેવન્યુ વિસ્તારમા મોટાભાગે સિંહો રહે છે અને જંગલ બોડર અને આસપાસ વિસ્તારમા વસવાટ કરી રહ્યા છે. આજે સાવરકુંડલા તાલુકાના આદસંગ ચોકડી નજીક આવેલા રોડ કાંઠે ધાર ઉપર એક ગાયનું વહેલી સવારે ધોળા દિવસે સિંહે મારણ કરી શિકાર કર્યો હતો. સિંહના લાઇવ શિકારનો વીડિયો સ્થાનિકોએ બનાવતાં તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
આજે સાવરકુંડલા તાલુકાના આદસંગ ચોકડી નજીક આવેલા રોડ કાંઠે ધાર ઉપર એક ગાયનું વહેલી સવારે ધોળા દિવસે સિંહે મારણ કરી શિકાર કર્યો હતો. સિંહ એટલો બધો ભૂખ્યો હતો કે આસપાસ સ્થાનિક લોકો એકઠા થયા હોવા છતા કોઇ ડર વગર શિકાર કરી મિજબાની માણી હતી અને શાંતિપૂર્ણ રીતે ખોરાક આરોગી લીધો હતો. બીજી તરફ ગાય કોઇ ખેડૂતની માલિકીની હતી કે કેમ? કે પછી રેઢિયાર પશુ હતુ તેની તપાસ ચાલી રહી છે. સિંહના લાઇવ શિકારનો વીડિયો સ્થાનિકોએ બનાવતાં તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
અમરેલી જિલ્લામા સંખ્યા સિંહોની વધી રહી છે જ્યારે જંગલ છોડી રેવન્યુ વિસ્તારમા મોટાભાગે સિંહો રહે છે અને જંગલ બોડર અને આસપાસ વિસ્તારમા વસવાટ કરી રહ્યા છે. તો કેટલાક ગ્રામ્ય વિસ્તારમા ડુંગરો ઉપર વસવાટ કરી રહ્યા છે પરંતુ સૌથી મહત્વની વાતએ છે સિંહો માટે કોઈ ખાસ ખોરાકની વ્યવસ્થા નહીં થતા સિંહો ભૂખ્યા થાય છે અને ભૂખ પીચાવવા સિંહો ગમે ત્યાં આંટા ફેરા કરી ત્રાટકે છે, પરંતુ સતત નિષફળતા મળતી હોય છે. બીજી તરફ વનવિભાગ અને રાજ્ય સરકાર દ્વારા સિંહો માટે ખાસ સ્પેશ્યિલ ખોરાક માટે વ્યવસ્થા નહીં કરે તો આવતા દિવસોમા સિંહો ભૂખ્યા મોતને જરૂર ભેટશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.