ગણપતિ વિસર્જન:વાજતે ગાજતે વિઘ્નહર્તા દેવને વિદાય અપાઇ

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીમાં કૃત્રિમ કુંડ કામનાથ સરોવર, ઠેબી ડેમ અને શેત્રુંજી નદીમાં ગણપતિનું વિસર્જન : બે વર્ષ બાદ ભવ્ય વિસર્જન યાત્રાઓ

જિલ્લાભરમા ભાવિકોએ નવ દિવસ સુધી વિઘ્નહર્તા દેવ ગણેશજીની ભારે આસ્થા અને ભાવપુર્વક આરાધના કર્યા બાદ આજે વાજતે ગાજતે બાપ્પાને વિદાય આપવામા આવી હતી. અમરેલી શહેરના માર્ગો પર બપોર પછીથી ડીજે અને ઢોલનગારાના નાદ અને અબીલ ગુલાલ સાથે શાનદાર વિસર્જન યાત્રાઓ નીકળી હતી.

પાલિકાએ બનાવેલા કૃત્રિમ કુંડ ઉપરાંત અહીના કામનાથ સરોવર, ઠેબી ડેમ અને શેત્રુજી નદીના પટમા પણ લોકોએ ગણપતિનુ વિસર્જન કર્યુ હતુ. આ ઉપરાંત રાજુલા જાફરાબાદ પંથકમા દરિયામા, બાબરા પંથકમા શહેરની બાજુના ત્રણ તળાવમા, લાઠીમા ગાગડીયા નદીમા, ધારીમા શેત્રુજી નદીમા વિગેરે સ્થળે ગણપતિ વિસર્જન કરાયુ હતુ. પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.

અમરેલીના કામનાથ ડેમ પાસે કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન
અમરેલી નગરપાલિકા દ્વારા કામનાથ ડેમ નજીક ગણપતિના વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવાયો હતો. જયાં મોટી સંખ્યામા ગણપતિનુ વિસર્જન કરાયુ હતુ.

અમરેલીના સરકારવાડાના ગણપતિનંુ વિસર્જન
અમરેલી ખાતે સરકારવાડામાથી આજે ગણપતિની શાનદાર વિસર્જન યાત્રા નીકળી હતી.

બગસરામાં 12 ગણપતિનું સાતલડી નદીમાં વિસર્જન
બગસરામા 12 સ્થળે ગણેશ મહોત્સવ યોજાયો હતો. આ ગણપતિનુ આજે ભુતનાથ મહાદેવ મંદિર નજીક સાતલડી નદીના ચેકડેમમા વિસર્જન કરાયુ હતુ. તસવીર- હાર્દિક બામટા

લાઠીમાં શોભાયાત્રા બાદ ગાગડીયો નદીમાં ગણેશ વિસર્જન
લાઠીમા જુદાજુદા સ્થળે ગણેશ મહોત્સવનુ આયોજન કરાયુ હતુ. આજે તમામ ગણપતિની શોભાયાત્રા નીકળી હતી અને અહીની ગાગડીયો નદીમા ગણેશજીનુ વિસર્જન કરાયુ હતુ. તસવીર- વિશાલ ડોડીયા

જાફરાબાદના શંખેશ્વરના દરિયામાં ગણપતિ વિસર્જન
જાફરાબાદના શંખેશ્વર મહાદેવના સાનિધ્યમા આજે મોટી સંખ્યામા ગણપતિની મુર્તિઓનુ દરિયામા વિસર્જન કરાયુ હતુ. અહી તરવૈયાની ટીમ પણ તૈનાત રખાઇ હતી.

અમરેલી શહેરના માર્ગો પર બાપ્પાની શાનદાર સવારી
શહેરના માર્ગો આજે ડીજેના નાદથી ગુંજી ઉઠયાં હતા. જુદાજુદા વિસ્તારમા બાપ્પાની શાનદાર સવારીઓ નીકળતા માર્ગો પર અબીલ ગુલાલ અને ફુલોની ચાદર પથરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...