તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:નાગેશ્રીમાં તાઉતેના અસરગ્રસ્ત લોકોની વ્યથા સાંભળતા વાઘેલા

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

જાફરાબાદના નાગેશ્રીમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમજ વાવાઝોડાથી પ્રભાવિત થયેલ પરિવારની વ્યથા સાંભળી હતી. લોકોએ પણ નુકશાનીની સહાય મેળવવામાં પડતી મુશ્કેલી અંગે શંકરસિંહને રજૂઆત કરી હતી. જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મુલાકાત લીધી હતી. તેમણે પૂર્વ ધારાસભ્ય સ્વ પ્રતાપભાઇ વૃરૂના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી.

જે બાદ નાગેશ્રીમાં લખુભાઇ વરૂના નિવાસસ્થાને મીટીંગ યોજાઇ હતી. જેમાં વાવાઝોડાના અસરગ્રસ્તોની વ્યથા સાંભળી હતી. આ દરમિયાન આજુબાજુ ગામડાઓના લોકોએ વાવાઝોડામાં આંબા, કેળ, નાળિયેરીના બગીચા, બાજરી સહિતનો પાક અને પડી ગયેલા મકાનોમાં મળતી સહાય અંગે રજૂઆત કરી હતી.

આ તકે ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, ભૌતિકભાઇ ઠક્કર, પાથેજભાઇ પટેલ, વી.કે. બોરીયા, કિશોરસિંહ સોલંકી, વાસુદેવસિંહ જાડેજા, આંબાભાઇ કાકડીયા, ટીકુભાઇ વરૂ, જીતુભાઇ વાળા, કનુભાઇ ધાખડા અને ઓઢભાઇ વરૂ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...