કાર્યવાહી:વડીયા પોલીસે ઇંગ્લીશ દારૂની 2,957 બેાટલોનો નાશ કરાયો

વડીયા4 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડીયામા પોલીસે છેલ્લા દોઢ વર્ષ દરમિયાન પકડેલા ઇંગ્લીશ દારૂના જથ્થાનો આજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમા નાશ કરાયો હતો. અહી 2957 બોટલ પર રોડ રોલર ફેરવાયુ હતુ. આ કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી પુજા જોટંગીયા, ડીવાયએસપી ભંડેરી, મામલતદાર ખોડભાયા, પીએસઆઇ સેગલીયા વિગેરે અધિકારીઓ હાજર રહ્યાં હતા. વડીયામા 2021ની સાલથી લઇ આજદિન સુધીમા જુદાજુદા 36 ગુનામા ઇંગ્લીશ દારૂની 2957 બોટલ પકડવામા આવી હતી.

અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક વડીયાને આમ તો ત્રણ જિલ્લાની સરહદ અડે છે. ત્યારે આ વિસ્તારમા દારૂની હેરફેર પર પોલીસને ચાંપતી નજર રાખવી પડે છે. આજે અમરનગર રોડ પર આવેલા ડમ્પીંગ યાર્ડ પાસે દારૂનો નિકાલ કરાયો હતો. ઇંગ્લીશ દારૂની બોટલોને ખુલ્લા મેદાન પર પાથરી તેના પર રોડ રોલર ફેરવી દેવાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...