આયોજન:અમરેલી તાલુકાના મતદાન મથકો પર વેક્સિન અપાશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસીનાે પ્રથમ અને બીજાે ડાેઝ લેવામા બાકી રહેતા લાેકાે માટે અારાેગ્ય તંત્રનું અાયાેજન

જિલ્લામા અાવતીકાલે ગ્રામ પંચાયતની ચુંટણી માટે મતદાન યાેજાવા જઇ રહ્યું છે. અાવતીકાલે અમરેલી તાલુકાના મતદાન મથકાે પર રસીનાે પ્રથમ અને બીજાે ડાેઝ લેવામા બાકી હાેય તેવા લાેકાેને વેકસીનેશન અપાશે. અહીં અાવતીકાલે 41 ગ્રામ પંચાયત માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. અહી મતદાન મથકાેના 50 લાેકેશન પર અારાેગ્ય તંત્ર દ્વારા મતદાન કરવા માટે અાવતા લાેકાેને રસીકરણ અાપવાનુ અાયાેજન કર્યુ છે.

તાલુકા મથકાેના તમામ બુથ પર અારાેગ્યકર્મીઅાે સવારથી જ અા કામગીરીમા જાેડાશે. તાલુકા હેલ્થ વિભાગના ડાે.સિંહાઅે જણાવ્યું હતુ કે અાવતીકાલે જે મતદારાે મતદાન કરવા માટે અાવતા હાેય તેમા રસીના પ્રથમ અને બીજાે ડાેઝ લેવામા બાકી હાેય તેવા લાેકાેને રસી અપાશે.

અન્ય સમાચારો પણ છે...