કોરોના રસીકરણ:શિયાળબેટ ટાપુ પર તમામે લીધી વેક્સિન

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનથી દુર ભાગતા લાેકાેને માછીમાર પ્રજાઅે પ્રેરણા પુરી પાડી : અારાેગ્યકર્મીઅાેને બાેટ મારફત પહાેંચવંુ પડે છે ટાપુ પર

અરબી સમુદ્રની વચ્ચે અાવેલા શિયાળબેટ ટાપુ પર લાેકાે અને અારાેગ્ય કર્મીઅાે પાસે અવરજવર માટે બાેટ સિવાય અન્ય કાેઇ વિકલ્પ નથી. અહી શિક્ષણ પણ અાેછુ છે. અામ છતા અહીના લાેકાેઅે ગજબ જાગૃતિ દાખવી છે. જેના પરિણામે કાેરાેના સામે લડવા અા ટાપુ પર 100 ટકા લાેકાેઅે વેકસીનેશન કરાવ્યું છે. અહી 4584 લાેકાેને વેકસીન અાપી દેવામા અાવી છે.

અમરેલી જિલ્લામા હાલમા વેકસીનનાે પુરતાે જથ્થાે અાવી રહ્યાે છે. 148 ગામાેમા 100 ટકા વેકસીનેશન થઇ ચુકયુ છે. અામ છતા માેટાભાગના ગામડા અને શહેરી વિસ્તારમા ઘણા લાેકાે હજુ વેકસીન લેવાથી દુર ભાગે છે. અાવા લાેકાેને શિયાળબેટ ટાપુ પર રહેતી માછીમાર પ્રજાઅે સુંદર ઉદાહરણ પુરૂ પાડયું છે. અહી વસતા લાેકાેમા શિક્ષણનુ પ્રમાણ ભલે અાેછુ હાેય પરંતુ વેકસીન લેવાની બાબતમા પ્રજાઅે જાકરૂકતા દર્શાવી છે. શિયાળબેટમા 7993 લાેકાેની વસતિ છે. જે પૈકી 4592 લાેકાે 18 વર્ષથી ઉપરથી ઉંમર ધરાવે છે. અને વેકસીન લેવા પાત્ર છે. જે પૈકી 4584 લાેકાેઅે વેકસીન લઇ લીધી છે. અામ અહી 100 ટકા રસીકરણ થયુ છે.

ગામના સરપંચ હમીરભાઇ શિયાળે જણાવ્યું હતુ કે મારૂ ગામ કાેરાેના મુકત ગામ અને મારૂ ગામ રસીકરણયુકત ગામ સુત્રને સાર્થક કરી અમારા ગામના તમામ લાેકાેઅે વેકસીન લઇ લીધી છે. શિયાળબેટમા વેકસીનેશન માટે અારાેગ્યકર્મીઅાેને બાેટ મારફત ટાપુ પર પહાેંચવુ પડે છે. માછીમારાે માેટેભાગે ધંધાર્થે દરિયામા રહે છે. તેવી સ્થિતિ વચ્ચે પણ અહી 100 ટકા વેકસીનેશન થયુ છે.

31 લાેકાેને તબીબી કારણે વેક્સિન ન અપાઇ
શિયાળબેટ ટાપુ પર 31 લાેકાેને વિવિધ તબીબી કારણાેસર રસી અાપવામા અાવી નથી. જયારે 1/1/21 પછી ટાપુ પર 22 લાેકાેના મૃત્યુ થયા છે. અહી મતદારયાદીમા બાેલતા 49 લાેકાે અન્ય ગામમા સ્થળાંતર કરી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...