તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Vaccine Camps Started In Every Taluka In Amreli District, Speed Campaign Started In Religious Ashrams, Temples And Societies

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિન:અમરેલી જિલ્લામાં દરેક તાલુકામાં વેક્સિન માટે કેમ્પ શરૂ, ધાર્મિક આશ્રમ, મંદિર તથા સોસાયટીઓમાં સ્પિડ જુમ્બેશ શરૂ કરાઇ

અમરેલીએક મહિનો પહેલા

કોરોના સામે જંગ છેડવામાં ગુજરાતમાં અમરેલી જીલ્લો પ્રથમ હતો. મોટાભાગે જિલ્લામાં લોકડાઉન જનતા કર્ફ્યુ હતુ છતાં ક્યાંક અનેક જિલ્લામાં લોકો બહાર ગામથી ઘુસી જતા હતા. પરંતુ અમરેલી જિલ્લા વહીવટી તંત્રએ ગુજરાતમાં કોરોના પ્રવેશ કરે તે પહેલા મોટાભાગનું આગોતરું આયોજન કરાયું હતું. અમરેલી જિલ્લામાં બહારના લોકો ના આવી શકે તે માટે ગ્રામીણ વિસ્તારના માર્ગો બંધ કરી દીધા હતા. તો કેટલાક માર્ગોને ખોદી નાખ્યા હતા. તેમજ જિલ્લા કલેક્ટર આયુષ ઓક, અમરેલી અધિક્ષક નિર્લિપ્ત રાય સહીત મહત્વના ઉચ્ચ અધિકારીઓ સતત ફિલ્ડમાં દોડતા હતા.

વેક્સિન આપવા માટેની કામગીરી પુરજોશથી ચાલી રહી છે

અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ફરી સક્રિય થયા છે. સમગ્ર જિલ્લામાં 40 વર્ષ પછીના લોકોને કોરોના વેક્સિન આપવા માટે આરોગ્ય વિભાગની ટીમો એ સમગ્ર તાલુકા શહેરમાં કેમ્પ શરૂ કરી દીધા છે. કોરોના સામે જીતવા માટે લોકોને વેક્સિન આપવા માટેની કામગીરી પુરજોશથી ચાલી રહી છે. રાજુલા શહેરના અલગ અલગ 7 વિસ્તારમાં વેક્સિન દેવા માટે આરોગ્ય વિભાગની ટિમના કેમ્પ ચાલી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં પણ કેમ્પ શરૂ કરાયા છે.

તાપડીયા આશ્રમ ખાતે કોરોના વેક્સિનનો કેમ્પ શરૂ કરાયો

બાબરાના તાપડીયા આશ્રમ ખાતે કોરોના વેક્સિનનો કેમ્પ શરૂ કરાયો છે. અહીં મહંત ઘનશ્યામ દાસબાપુએ પણ વેક્સિન લીધી છે. અને તેમના સેવકો અન્ય સાધુ સંતો દ્વારા પણ વેક્સિન લેવાઇ રહી છે. મહંત ઘનશ્યામ દાસબાપુએ અપીલ કરી છે કે બધા લોકોએ વેક્સિન લેવી જરૂરી છે. દરેક લોકો વેક્સિન ઝડપથી લઇ લે તેવી વિનંતી સાથે અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો