રસીકરણની કામગીરી બંધ:દિવાળી પર્વ પર 4 દિવસ રસીકરણ બંધ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહાર વસતા 2.5 લાખ લાેકાે તહેવારમાં વતનમાં અાવશે ત્યારે તંત્ર રસીકરણનાે માેકાે ગુમાવશે : ગત વર્ષે આરોગ્ય કર્મી માટે 1 દિવસની રજા"તી

અમરેલી જિલ્લામાં દિવાળીના પર્વને ધ્યાને રાખી ચાર દિવસ સુધી રસીકરણની કામગીરી બંધ રહેશે. કોરોના મહામારીના કારણે ગત વર્ષે આરોગ્ય કર્મચારીઓને માત્ર એક દિવસની રજા મળી હતી. પણ એક વર્ષ બાદ પ્રથમ વખત એક સાથે ચાર દિવસની રજા મળતા આરોગ્ય કર્મચારીમાં ખુશી વ્યાપી હતી. જો કે દિપાવલી પર્વ પર બહાર વસતા 2.5 લાખ લાેકાે વતનમા અાવશે પરંતુ તંત્ર રસીકરણનાે અા માેકાે ચુકી જશે. તંત્ર દ્વારા રસીકરણ માટે નવું આયોજન કરાયું નથી. પરંતુ દિવાળીની રજા પૂર્ણ થયા બાદ રેગ્યુલર રસીકરણની કામગીરી શરૂ રહેશે.

અમરેલી જિલ્લામાથી માેટી સંખ્યામા યુવાધન ધંધાર્થે બહાર વસવાટ કરતુ હાેવાના કારણે જ રસીકરણનાે દર નીચેા છે. અને અા પરિવારાે દિપાવલી પર્વ મનાવવા વતનમા પરત અાવે ત્યારે તેમાથી જે લાેકાે રસીકરણમા બાકી હાેય તેમને રસી અાપી જિલ્લાનાે રસીકરણનાે દર ઉંચાે લાવવાનાે તંત્ર પાસે માેકાે હતાે. કોરોના કાળમાં લોકોને બચાવવા માટે આરોગ્ય કર્મચારીઓઅે ભારે જહેમત હતી. તહેવારોની રજા પણ કર્મચારીઓને મળી ન હતી. પણ હવે દિવાળીના પર્વ પર આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે અમરેલી જિલ્લામાં ચાર દિવસ સુધી કોરોના રસીકરણની કામગીરી બંધ રાખવાનાે તંત્રઅે નિર્ણય લીધાે છે. ગત વર્ષે આરોગ્ય કર્મીઓને નુતન વર્ષની રજા મળી હતી. જેમાં પણ અડધો દિવસ સુધી આરોગ્ય કર્મીઓએ કામગીરી કરી હતી. અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં 74 ટકા લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.

અમરેલી જિલ્લામાં દિપાવલી પર્વ પર 4 થી 7 નવેમ્બર સુધી રસીકરણ સેન્ટર બંધ રહેશે. દિવાળીના તહેવારમાં સુરત, મુંબઇ, અમદાવાદ વિગેરે શહેરમા વસતા લાેકાે ધીમેધીમે વતન તરફ અાવી રહ્યાં છે. દિવાળી પહેલા તાે માેટાભાગના લાેકાે અહી અાવી પહાેંચશે. પરંતુ તંત્ર દ્વારા અહી રસીકરણ માટે કાેઇ અાયાેજન કરાયુ નથી. અત્યારે અમરેલી જિલ્લામાં 200 જેટલા સેન્ટર પર રસીકરણની કામગીરી શરૂ છે. ચાર દિવસની રજા પૂર્ણ થયા બાદ ફરી રસીકરણ કામગીરી શરૂ કરાશે.

જિલ્લામાં 9 લાખથી પણ વધુ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો
અમરેલી જિલ્લામાં 18 વર્ષથી વધુ વયમર્યાદા ધરાવતા 1233082 લોકો છે. અત્યાર સુધીમાં જિલ્લાભરમાં 913659 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. બીજી તરફ 566631 લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે. જિલ્લામાં સંપૂર્ણ રસીકરણ 62 ટકા પૂર્ણ થઈ ગયું છે.

હાલ આરોગ્ય તંત્ર પાસે 70 હજાર રસીના ડોઝ ઉપલબ્ધ
જિલ્લા આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે જિલ્લામાં અત્યારે 70 હજાર રસીકરણના ડોઝ છે. જેમાં 10 હજાર કોવેક્સીન અને 60 હજાર કોવિશીલ્ડના ડોઝ ઉપલબ્ધ છે. દિવાળી પર્વ પર રસીકરણ માટે ખાસ આયોજન નથી. રજા પૂર્ણ થયા બાદ જે રસી લેવા માટે આવશે તેમને રસી અપાશે.

જિલ્લાાના કયા તાલુકામાં કેટલા % લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો ?
અમરેલીમાં 70 ટકા, બાબરામાં 79 ટકા, બગસરામાં 69.88 ટકા, ધારીમાં 72 ટકા, જાફરાબાદમાં 87 ટકા, ખાંભામાં 70 ટકા, કુંકાવાવમાં 76 ટકા, લાઠીમાં 72 ટકા, લીલીયામાં 63 ટકા, રાજુલામાં 78 અને સાવરકુંડલામાં 72 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...