વેક્સિનેશન:અમરેલી તાલુકામાં મતદાન બુથ પર વેક્સિનેશન અભિયાન ચલાવાયું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુથ પર અાવેલા મતદારાેઅે પહેલા વેક્સિન લીધી બાદમાં મતદાન કર્યંુ

અમરેલી જિલ્લામા અાજે ગ્રામ પંચાયતની ચુંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ત્યારે અમરેલી તાલુકામા અારાેગ્ય તંત્ર દ્વારા મતદાન મથકાે પર જે લાેકાેઅે રસીનાે ડાેઝ લીધાે નથી તેના માટે રસીકરણનુ પણ અાયાેજન કર્યુ હતુ. મતદાન કરવા માટે અાવતા અને રસીમા બાકી હાેય તેવા લાેકાેઅે અાજે હાેંશેહાેંશે રસીનાે ડાેઝ લઇ લીધાે હતાે.અારાેગ્ય તંત્ર દ્વારા અમરેલી તાલુકામા મતદાન મથકાે પર રસીકરણનુ અાયાેજન કર્યુ હતુ.

અમરેલી તાલુકામા 41 ગ્રામ પંચાયતની ચુંટણી માટે અાજે મતદાન યાેજાયુ હતુ. અહી જુદાજુદા 50 જેટલા મતદાન મથકાેના લાેકેશન પર સવારથી જ અારાેગ્યકર્મીઅાે રસીના ડાેઝ સાથે કામગીરીમા જાેડાયા હતા. બુથ પર મતદાન માટે અાવતા અને જે લાેકાેઅે રસીનાે પ્રથમ કે બીજાે ડાેઝ લીધાે ન હાેય તેવા લાેકાેને મતદાન બુથ પર જ રસી અપાઇ હતી.

અમરેલી તાલુકાના હજુ અનેક ગામડાઅાેમા લાેકાેઅે રસીનાે પહેલાે કે બીજાે ડાેઝ લીધાે નથી. તેવા લાેકાેને અાજે રસી અપાઇ હતી. અનેક લાેકાેઅે મતદાન કરી રસીનાે ડાેઝ પણ લીધાે હતાે.અમરેલી તાલુકાના ખીજડીયા (રાદડીયા) ગામે પણ મતદાન કરવા અાવતા લાેકાેઅે વેકસીનનાે ડાેઝ લીધાે હતાે.

અારાેગ્યકર્મી જીજ્ઞેશભાઇ ગઢવીઅે જણાવ્યું હતુ કે અહી મતદાન કરવા અાવતા લાેકાેને કાેરાેના ગાઇડ લાઇનનુ પાલન કરવા તેમજ રસીનાે ડાેઝ બાકી હાેય તાે લઇ લેવા અપીલ કરવામા અાવી હતી. વૈશ્વિક મહામારીમા વેકસીન લેવી ખુબ જરૂરી હાેય લાેકાેને અચુક વેકસીન લેવા સમજાવાયા હતા. અહી બાકી રહેતા લાેકાેઅે રસીનાે ડાેઝ લીધાે હતાે.

અન્ય સમાચારો પણ છે...