રાજુલા તાલુકાના ખાંભલીયા ગામે આજે આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક શાળામા રસીકરણ કેમ્પનુ આયોજન કરાયુ હતુ. પરંતુ શિક્ષકે શાળામા કેમ્પ કરવા દેવાની ના પાડી શાળાને તાળુ મારી ચાલતા થઇ જતા આ મુદે ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજુલાના આરોગ્ય સ્ટાફ દ્વારા કોવિડ રસીકરણ માટે આજે ખાંભલીયામા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ પ્રાથમિક શાળામા યોજાવાનો હોય આરોગ્ય વિભાગનો સ્ટાફ અને ગામના આગેવાનો દેવરાજભાઇ વાઘ, ગભરૂભાઇ લાખણોત્રા, ભગવાનભાઇ વાઘ, રામભાઇ વાઘ વિગેરે સવારે શાળાએ પહાેંચ્યા હતા. પરંતુ અહીની શાળાના શિક્ષકે તમે કાેની મંજુરીથી અહી આવ્યા છાે, મંજુરી હાેય તાે કાગળ બતાવાે હું તમને સ્કુલમા રસીકરણ નહી કરવા દઉં તેમ કહી સ્કુલને તાળુ મારી દીધુ હતુ.
સેશન સાઇટને જ શિક્ષક તાળુ મારી ચાલ્યા જતા આરાેગ્ય વિભાગનાે સ્ટાફ અને ગામ લાેકાે જાેતા રહી ગયા હતા. મહામારીના કાળમા રસીકરણનુ રાષ્ટ્રીય અભિયાન ચાલી રહ્યું છે તેવા સમયે શિક્ષકે અહી કેમ્પ નહી થવા દઇ ગામ લોકો અને આરાેગ્ય સ્ટાફ સાથે અસભ્ય વર્તન કર્યાનુ આક્ષેપ કરી ગામ લાેકાેએ આ શિક્ષક સામે આકરા પગલા લેવા માંગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.