તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:લાઠી શહેરમાં શાહગોરા પીરનો ઉર્ષ કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી બંધ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત ભરમાંથી ઉર્ષમાં લોકો પહોંચતા હોવાથી દરગાહ કમિટીનો નિર્ણય

લાઠીમાં આવલે શાહગોરા પીરનો ઉર્ષ રમઝાન ઇદના બીજા દિવસે ઉજવાય છે. પણ કોરોનાની સ્થતિની ધ્યાને રાખી દરગાહ કમિટીએ શાહગોરા પીરનો ઉર્ષ ઓણસાલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અહીં દર વર્ષે રાજ્ય સહિત મુંબઈમાંથી લોકો ઉર્ષમાં ઉપસ્થિત રહેતા હતા.

લાઠીમાં સુપ્રસિદ્ધ શાહગોરા પીરની દરગાહ આવેલ છે. જ્યાં દર વર્ષે રમઝાન ઇદના બીજા દિવસે ઉર્ષની ઉજવણી કરવામાં આવતી હતી. અહીં શાહગોરા પીરની દરગાહ પર રાજકોટ, અમદાવાદ, લીમડી, ધોળકા, ધંધુકા, મુંબઈ, વાપી, અમરેલી, બગસરા, બાબરા, બીલખા, ઢસા અને જસદણ સહિતના વિસ્તારોમાંથી લોકો ઉર્ષમાં હાજરી આપે છે.

જિલ્લામાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. જેના કારણે દરગાહ કમિટીએ 15મીએ શાહગોરા પીરનો ઉર્ષ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમજ શ્રદ્ધાળુઓને ઉર્ષના દિવસે ન આવવા અને પોતાના ઘરેથી દુઆ કરવા દરગાહ કમિટીએ અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે અનેક તહેવારો રદ્દ કરવામાં આવે છે. ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા પણ લાઠીમાં શાહપોર પીરનો ઉર્ષ રદ્દ કરાયો છે.

જિલ્લામાં મુસ્લિમ સમાજને રમઝાન ઈદની સાદગીથી ઉજવણી કરવા અપીલ
જિલ્લામાં કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી મુસ્લિમ સમાજને રમઝાન ઈદની સાદગી પૂર્ણ ઉજવણી કરવા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી આસિફભાઇ મલેકે લોકોને અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...