હુકુમ:ચૂંટાયેલા પ્રતિનિધિઓના પ્રશ્નાેનું તાકિદે નિરાકરણ લાવો અધિકારીઓ: કલેકટર

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાકી વિકાસ કાર્યાે ગુણવતાયુકત, સમય મર્યાદામાં પુર્ણ કરી ડેટા અેન્ટ્રી કરવા તાકિદ

અમરેલીમા કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાના લોકપ્રતિનિધિઓ દ્વારા તાલુકાના વિવિધ ગામોના વિકાસલક્ષી કામોની સંકલન તથા ફરિયાદ સમિતિના પ્રશ્નોને જિલ્લા કલેકટર સમક્ષ રજુ કરાવામાં આવ્યા હતા.બેઠકની શરૂઆતમાં કલેક્ટરે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓએ લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ તાત્કાલિક અને કાયમી ધોરણે નિરાકરણ લાવવા અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી એકથી વધુ વિભાગો સાથે સંકળાયેલ પ્રશ્નો બાબતે પરસ્પર સંકલન અને વ્યવહારુ અભિગમ અપનાવી લોકોના પ્રશ્નો ઉકેલવા કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા.

તેઓએ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે જોવા પણ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.વધુમાં કલેક્ટરે સંકલનની બેઠકમાં ચર્ચાયેલ લોકપ્રતિનિધિઓના પ્રશ્નોનું ફોલોઅપ નિયમિતપણે લેવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

તેમજ બાકી વિકાસકાર્યો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરી તાત્કાલિક ડેટા એન્ટ્રી કરવા જણાવ્યું હતું.બેઠકમાં નારણભાઈ કાછડીયા, વિરજીભાઈ ઠુંમ્મર, પ્રતાપભાઈ દુધાત, દિનેશ ગુરવ, પ્રિયંકા ગેહલોત, વિશાલ સક્સેના, સી. કે. ઉંધાડ, કે. એસ. ડાભી તેમજ પોલીસ, માર્ગ અને મકાન, પંચાયત અને આરોગ્ય જેવા વિવિધ ખાતાઓના અધિકારીઓ તથા સંકલન અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...