અમરેલીના કેળવણીકાર અને દાતા વસંતભાઇ ગજેરા દ્વારા શાંતાબા હોસ્પિટલના ઉપક્રમે આજથી શહેરના સરદાર ચોકમા અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરાયુ હતુ. વસંતભાઇ ગજેરા દ્વારા આમપણ અગાઉથી જ શહેરમા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનુ સંચાલન કરવામા આવે છે. ત્યારે આજે અહી સરદાર ચોક ખાતે વધુ એક આરોગ્ય સુવિધાનો આરંભ કરાયો હતો. શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા અહી અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરાયુ હતુ.
જેના આરંભ સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા કરાયો હતો. તેમણે અહી જણાવ્યું હતુ કે દેશ અને રાજયની સરકાર જનતાની આરોગ્ય સુવિધા વધે તે માટે અનેક યોજનાઓ અમલમા લાવી રહી છે. જયારે વસંતભાઇ ગજેરાએ જણાવ્યું હતુ કે છેવાડાના જરૂરીયાતમંદ પરિવારોની સાથે સાથે નગરના તમામ લોકોને નિ:શુલ્ક આરોગ્ય સેવાનો લાભ મળે તે માટે આ સુવિધા ઉભી કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.