ખેડૂતો ચિંતીત:લાઠી, બાબરાના ગામડામાં કમોસમી વરસાદ

અમરેલીએક દિવસ પહેલા
  • કૉપી લિંક
લાઠી વરસાદી ઝાપટાંથી શહેરના રોડ ભીંજાયા. - Divya Bhaskar
લાઠી વરસાદી ઝાપટાંથી શહેરના રોડ ભીંજાયા.
  • સતત ત્રીજા દિવસે અમરેલીમાં દિવસભર વાદળો છવાયેલા રહ્યાં

અમરેલી જિલ્લામા ત્રણ દિવસથી માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે. ગત મોડીરાત્રે સાવરકુંડલા અને દામનગરના ગ્રામ્ય વિસ્તારમા વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકયો હતો. જયારે આજે સાંજના સુમારે લાઠી અને બાબરાના ગ્રામ્ય વિસ્તારમા કમોસમી વરસાદ પડયો હતો. લાઠીમા મોડી સાંજે આકાશમા વરસાદી વાદળો ઘેરાયા હતા. અહી પવન સાથે કમોસમી વરસાદ પડયો હતો. જેને પગલે માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા અને વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત આસપાસના વિસ્તારોમા પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા.

જયારે બાબરા પંથકમા પણ મોડી સાંજે કમોસમી વરસાદ પડયો હતો. અહીના કિડી, ગળકોટડી સહિતના વિસ્તારોમા વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડયો હતો અને માર્ગો અને વાડી ખેતરોમા પાણી વહેતા થયા હતા. સતત ત્રીજા દિવસે માવઠાની સ્થિતિના કારણે ખેડૂતો ચિંતામા પડી ગયા છે. અમરેલી શહેરમા દિવસ દરમિયાન આકાશમા વાદળો ઘેરાયા હતા. જો કે અહી માવઠુ વરસ્યુ ન હતુ.

સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારમા ગત મોડી રાત્રે કમોસમી વરસાદ પડયો હતો. અહીના જેસર રોડ, મહહુવા રોડ, વંડા, ઠવી, નાળ, ભોંકરવા, વીરડી, રબારીકા, ખડસલી, વિજપડી, ગોરડકા વિગેરે વિસ્તારમા વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડયો હતો. આ ઉપરાંત ગત મોડીરાત્રે દામનગર પંથકમા પણ વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની શરૂઆત થઇ હતી. અને માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...