થોડા દિવસ પહેલા ધારી, બગસરા, લાઠી, અમરેલી વિસ્તારમા આંધી સાથે કમોસમી વરસાદ ખાબકયો હતો જેના કારણે ઘઉં, ચણા, જીરૂ, ધાણા સહિતના પાકને વ્યાપક પ્રમાણમા નુકશાની થઇ હતી. જો કે હવે ફરી એકવાર અમરેલી જિલ્લામા માવઠાની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતુ કે જિલ્લામા ચોવીસ કલાકમા છુટાછવાયા વિસ્તારોમા વરસાદ અને ગાજવીજ સાથે કરા પડવાની શકયતા છે.
આજે અમરેલીમા દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતુ. અમરેલી શહેરનુ મહતમ તાપમાન 38.2 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 24 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 46 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 5 કિમીની નોંધાઇ હતી.
અધિકારી અને કર્મચારીઓને હેડ કવાર્ટર પર હાજર રહેવા સુચના
હવામાન વિભાગ દ્વારા 15 થી 18 સુધી કરાયેલી કમોસમી વરસાદની આગાહીને પગલે જિલ્લા, ગ્રામ્ય અને તાલુકામા ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓને હેડ કવાર્ટર પર હાજર રહેવા સુચના અપાઇ છે. જિલ્લામાં સતત વીજ પૂરવઠો જળવાઈ રહે અને વીજ કરન્ટ લાગવાની ઘટના ન બને તેની તકેદારી રાખવી, પવન આવતા ઝાડ પડે ત્યારે રસ્તા પર ટ્રાફિક ન થાય અને વાહન વ્યવહાર ખોરવાઈ નહિ તે તકેદારી માટે વન વિભાગની ટીમ દ્વારા પડી ગયેલ તે ઝાડને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી દેવા તેમ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.