તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘો મહેરબાન:અમરેલી જિલ્લામા સાર્વત્રિક વરસાદ, રાજુલાના સાજણાવાવ ગામની સાજણી નદીમાં પુર

અમરેલી25 દિવસ પહેલા
  • સાજણાવાવ થી રાભડા જવાનો માર્ગ બંધ થયો

અમરેલી જિલ્લામા સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે જ્યારે ગત રાતથી કે આજ વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે જ્યારે રાજુલા તાલુકાના સાજણાવાવ ગામ નજીક સાજણી નદીમા પુર આપતા સાજણાવાવ રાભડા જવાનો માર્ગ બંધ થયો છે.

રોડ પર પાણી ફરી વળવાના કારણે દર વર્ષે અહીં આ સમસ્યા જોવા મળે છે. સ્થાનિકો દ્વારા ઉંચો પુલ બનાવવા માટે પણ અગાવ રજૂઆતો કરાય હતી પરંતુ કોઈ પરીણામ મળતુ નથી જ્યારે દર ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે સ્થાનિકો હેરાન થાય છે.

પાણી ઓસરતા કલાકો વીતશેસાજણી નદીમા પુરનુ પાણી આવ્યું છે અને આ પૂરના પાણીના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. પૂરના પાણી ઓસરતા કલાકો લાગી શકે તેમ છે. પાણી ઓસર્યા બાદ જ વાહનવ્યવહાર પૂર્વવત થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...