તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનીક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પુર જોર શોરથી હવે શરૂ થયા છે. અમરેલી શહેરમા આવેલ જેસિંગપરામા મધ્યસ્થ કાર્યાલયનુ ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ શિવાજી ચોકમા જાહેર સભા સંબોધી હતી. જેમા સ્મૃતિ ઇરાની,સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત હોદેદારો કાર્યકરો નગરપાલિકાના ભાજપના ઉમેદવાર સહિત જિલ્લાના જવાબદાર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રચાર પુરજોર શોરથી ચાલુ કરી દીધો છે. જેમાં કોવિડ ગાઇડ લાઇનના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
આ જંગી જાહેર સભામા મોટી સંખ્યામા માસ્ક વગરના લોકો ઉમટી પડ્યા હતા અને ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. કોવિડ 19 ગાઈડ લાઈનનો ઉલાળ્યો કરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી શકાયુ ન હતુ. ચારે તરફ માનવ મેળાવડો જોવા મળી રહ્યો છે. આ પ્રકારના પ્રચાર પુર જોર શોરથી શરૂ થયા છે .કોરોનાને સાઈડમા મૂકી ભાજપને મત આપવા મતદારોને રિઝવવા માટે નેતાઓએ સભા શરૂ કરી દીધી છે. જવાબદાર તંત્ર પણ મોન જોવા મળી રહ્યું છે.
અમરેલીમા ભાજપની પ્રથમ જંગી સભામાં નિયમો ભુલાયાસ્થાનીક સ્વરાજની ચૂંટણીમા સ્ટાર પ્રચારકો પણ પ્રચાર અને સભાઓ કરી રહ્યા છે પરંતુ અમરેલીમા પ્રથમ સભા કોવિડના નિયમો ભૂલી શરૂ કરી છે. ચૂંટણી સમયે નેતાઓ મત માટે બધા જ નિયમો ભૂલી સરકારની યોજનાની માહિતી પહોંચાડવા સક્રિય થયા છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.