ક્રાઇમ:વિધીના બહાને રૂા. 24.80 લાખ પડાવનાર માેરબીની ગેંગ ઝડપાઇ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પીઠડિયાના ખેડૂતને શિકાર બનાવ્યાે હતાે : 5ની ધરપકડ
  • ધાર્મિક વિધીના નામે રાેકડ પડાવવામાં આવતા હતા

બગસરા તાલુકાના પીઠડીયા ગામે એક ખેડૂતના ઘરે આવી ત્રણ ભગવાધારી શખ્સાેએ તેના પર સંકટ છે અને જમીનમા મેલુ છે તેવુ કહી વિધી કરવાના બહાને 24.80 લાખની રકમ પડાવી લીધાના કેસમા પાેલીસે આજે માેરબી પંથકના પાંચ શખ્સાેની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 15.68 લાખનાે મુદામાલ કબજે લેવાયાે હતાે.

બગસરાના પીઠડીયાના જયંતીભાઇ વશરામભાઇ પીપળીયા સાથે દસેક માસ પહેલા આ છેતરપીંડી થઇ હતી. તેમની પત્ની બિમાર હાેય અને માથે દેણુ હાેય તેવા સંજાેગાેમા તેના ઘરે ત્રણ ભગવાધારી શખ્સાે આવ્યા હતા. અને તારા પર સંકટ છે અને જમીનમા મેલુ છે તેમ કહી માતાજીની વિધી કરવાના બહાને તેમની સાથે છેતરપીંડી કરી હતી. આ બારામા આજે અમરેલી એલસીબીએ વાંકાનેરના ભાેજપરામા રહેતા રૂખડનાથ ગુલાબનાથ ચાૈહાણ ઉર્ફે વઘાસીયાબાપુ, માેરબી તાલુકાના મકનસરમા રહેતા જાનનાથ સુરમનાથ પઢીયાર ઉર્ફે ગુરૂદેવ, કવરનાથ રૂમાલનાથ ભાટી, નરેશનાથ રૂખડનાથ પઢીયાર અને ઘાસનાથ રૂખડનાથ પઢીયારની ધરપકડ કરી હતી. આ શખ્સાેએ જયંતીભાઇ પીપળીયાને વિધી કરવાના બહાને થાન નજીક અવાવરૂ જગ્યાએ બાેલાવ્યા હતા. અને ત્યાં વિધી દરમિયાન એવુ જણાવ્યું હતુ કે વિધી ઉંધી પડી છે.

પાંચ શખ્સાેની ટાેળીએ તેમની પાસેથી 9 લાખની રાેકડ 80 હજારના દાગીના તથા જમીન મેલી હાેવાનુ કહી તે જમીન વેચાવી તે પેટે આવેલી 15 લાખની રકમ પણ સિધ્ધ કરવાના બહાને ઓળવી લીધી હતી. 24.80 લાખની આ છેતરપીંડી અંગે ગત 13મી તારીખે બગસરા પાેલીસમા ગુનાે નાેંધાયાે હતાે. દરમિયાન આ અંગે અમરેલી એલસીબીની ટીમ તપાસ કરતી હતી ત્યારે ચીતલ રાેડ પરથી આ પાંચેય શખ્સાેને શંકાસ્પદ હાલતમા ઝડપી પુછપરછ કરતા તેમનાે ભાંડાે ફુટી ગયાે હતાે. પાેલીસે તેમની પાસેથી 7.85 લાખની રાેકડ, 4.83 લાખના ઘરેણા તથા એક કાર મળી 15.68 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે.

કઇ રીતે કરાતી હતી છેતરપીંડી
રૂખડનાથ જાનનાથ અને કવરનાથ ભીક્ષાવૃતિ કરવાના બહાને ભગવા કપડા પહેરી માળાઓ ધારણ કરી ઘરે ઘરે ફરતા હતા. અને પાેતે વઘાસીયાબાપુ છે, કચ્છમાથી આવે છે અને જુનાગઢ જવુ છે તેમ કહી લાેકાેની આસ્થાનાે ગેરલાભ ઉઠાવતા હતા. તમારૂ જીવન સંકટમા છે તેવી બીક બતાવી વિધી કરવાના બહાને અવાવરૂ જગ્યાએ બાેલાવતા હતા. અગાઉથી નક્કી થયા મુજબ નરેશનાથ માેઢામા કંકુ રાખતાે હતાે. અને વિધી દરમિયાન નીચે પડી જતાે હતાે. માેઢામાથી લાેહી નીકળતુ હાેય તેવુ નાટક કરતાે હતાે. વિધી ઉંધી પડી હાેવાનુ બહાનુ બતાવી ધુપ દેવાનુ જણાવતા હતા અને આ ધુપ ખુબ માેંઘાે આવે છે તેમ કહી માેટી રકમ પડાવતા હતા. એકાદ વર્ષથી આ ટાેળીએ આ રીતે લાેકાેને ઠગવાનુ શરૂ કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...