પાણીનો વેડફાટ:જાફરાબાદના છેલણાથી ભાડા રોડ ઉપર નર્મદાની પાઈપ લાઈનમાં વાલ લીક થતા પાણીનો બેફામ બગાડ

અમરેલીએક મહિનો પહેલા
  • નર્મદાની પાઈન લાઈનોમાં સતત ભંગાણ થતા રીપેરિંગની માંગ ઉઠી

અમરેલી જિલ્લામાં નર્મદાની પાઇપ લાઈનમાં ભંગાણ અને વાલ લીક થવાને કારણે કારણે બેફામ રીતે પાણીનો બગાડ થવાની અનેક ઘટનાઓ બની છે. ત્યારે જાફરાબાદના છેલણાથી ભાડા રોડ ઉપર નર્મદાની પાઈપ લાઈનમાં વાલ લીક થવાથી પાણીનો વેડફાટ થયો હતો. હાલ ઉનાળાની ઋતુ છે લોકો પાણી માટે આમથી તેમ ભટકી રહ્યા છે. ત્યારે કાળઝાળ ગરમીમાં પાણી બચાવવાની જગ્યાએ જિલ્લામાં ઠેર-ઠેર પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણીનો બગાડ થઈ રહ્યો છે. જેને લઈ નર્મદાની લાઈનોમાં રીપોરિંગ કરવાની માંગ ઉઠી છે.

જાફરાબાદ તાલુકાના છેલણાથી ભાડા જવાના માર્ગે નર્મદાની લાઈનમાં વાલ લીક થવાના કારણે વહેલી સવારથી પાણી વહી રહ્યુ છે. જેના કારણે લોકો સુધી પાણી પહોચ્યુ ન હતું. જેથી લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

જાફરાબાદ તાલુકા પંચાયત સદસ્ય અનિરુદ્ધ વાળાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સમયસર મળતું નથી. પાણી પુરવઠા અધિકારી કર્મચારી પાઇપ લાઈન રીપેરીંગ કરતા નથી. જેના કારણે પાણીનો બગાડ થાય છે અને લોકો સુધી પાણી પહોચતું નથી. અધિકારીઓએ ઓફિસમાંથી બહાર નીકળી તપાસ કરવી જોઈએ. આ પહેલો બનાવ નથી આવી રીતે તો અનેક જગ્યાએ પાણી લીકેજ થાય છે.

રાજુલાના છતડીયા નજીક પાણીનો બગાડ થયો હતો. ત્યારબાદ હિંડોરણા નજીક પાઇલ લાઈનમાં 2 વખત ભંગાણ થતા બે ફામ રીતે પાણી વેડફાયું હતું. અહીં તો હજારો લીટર પાણી વેડફાય ગયું હતું. ત્યારબાદ વડીયા અમરેલી હાઇવે ઉપર વાલ લીક થવાના કારણે પાણીનો બગાડ થયો હતો. તંત્ર તાકીદે તપાસ કરી રીપેરીંગ કામગીરી કરે તો લોકો સુધી પાણી પહોચી શકે અને બગાડ અટકી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...